સંદિપ દવે ડીઆરઆઈ, ગાંધીધામની શાખાએ મુંદ્રામાં એક મોટા દાણચોરીના પ્રયાસને નાકામ કરતા લાકડાના ભુંસાના નામે આવેલા 7 કન્ટેનરમાંથી 8 કરોડના કાજુ પકડી પાડ્યા હતા. ઠીક દિવાળી પહેલા જ્યારે ડ્રાયફ્રુટ્સની બજાર ગરમી પકડે છે ત્યારે દાણચોરો પણ ડ્રાયફુટની સ્મગલી
.
જેમાંથી લાકડાનો ભુંસો કે જે અગરબતી માટે પણ કામ આવે છે, તેની સાથે છુપાવેલા કાજુના પેકેટ્સ મળી આવ્યા હતા, જેની ગણના કરતા તે અંદાજે 100 મેટ્રીક ટન થવા જાય છે. ભારતીય બજારો અનુસાર આ કાજુની કિંમત 8 કરોડ થવા જાય છે. ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં નવસારી, બરોડા, વાપીના એક સમુહએ એક કંપની બનાવીને આ આયાત કરી હોવાનું ખુલ્યુ હતું, જેમના સબંધીતોની પડતાલ શરૂ કરી છે.
પકડાય તો ખબર ન પડે એટલે કાજુ ભુંસાની વચ્ચે છુપાવ્યા હતા ઓન રેકર્ડ ભુંસો જે ડિક્લેર કરાયો છે, જેની કિંમત 25 લાખ આસપાસજ છે, ત્યારે જો કદાચ કસ્ટમ પકડીને કન્ટેનર ખોલીને ચેક પણ કરે તો પકડાય નહી તે માટે કન્ટૅનરમાં ચોતરફ લાકડાનો ભુંસો ભરી નાખવામાં આવ્યો હતો અને તેની વચ્ચોવચ્ચ કાજુના પેકેટ્સ રખાયા હતા.