અમદાવાદ CBI કોર્ટે આજે (11 ફેબ્રુઆરી) આરોપી ધવલ ત્રિવેદીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં આરોપી ઉપર યુવતી સાથે દુષ્કર્મ, અપહરણ અને બનાવટી ઓળખ બનાવવાનો આરોપ હતો. આ કેસની તપાસ ગુજરાત પોલીસથી હસ્તગત કરીને CBIને સો
.
અગાઉ પણ આરોપી પોસ્કો-બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો હતો પીડિતા યુવતીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી, જેના પર ગુજરાત હાઈકોર્ટે આ કેસ CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. શરૂઆતમાં આ કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. હાઈકોર્ટના આદેશ બાદ CBIએ આ કેસમાં તપાસ હાથ ધરી હતી. 46 વર્ષીય આરોપી ધવલ ત્રિવેદી અગાઉ પણ પોસ્કો અને બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો હતો.
આરોપી ધવલની તસવીર.
આરોપીએ જુદી-જુદી ઓળખ આપી લોકોને છેતર્યા જામીન પર છૂટ્યા પછી, તેણે જેલમાં મળેલા કેદીઓની મદદથી અંગ્રેજી ભાષા શીખવવા માટે કોચિંગ ક્લાસ શરૂ કર્યા અને પોતાને જુદી જુદી ઓળખ આપીને લોકોની છેતરપિંડી કરી હતી. તેણે યુવતીઓને જ્યોતિષશાસ્ત્રના પ્રભાવ હેઠળ લલચાવી અને પોતાને ધનિક વ્યક્તિત્વ તરીકે રજૂ કરીને છેતરપિંડી કરી હતી.
આરોપીએ યુવતીનું બ્રેઈન વોશ કર્યું હતું આ કેસમાં પીડિતાની ઉંમર લગભગ 18 વર્ષ 6 મહિના હતી. આરોપીએ જ્યોતિષશાસ્ત્ર દ્વારા તેના પર પ્રભાવ પાડી, તેણીનુ બ્રેઇન વોશ કરી અને પરિવાર છોડીને પોતાના સાથે રહેવા માટે પ્રેરિત કરી હતી. તે સમયગાળામાં, આરોપીએ ભારતના વિવિધ સ્થળોએ યુવતીને રાખીને, ઘણીવાર તેની મંજૂરી વિના તેની સાથે શારીરિક સંબંધ સ્થાપ્યા હતા અને તેની સાથે મારપીટ કરી અને પછી યુવતીને આરોપીની અસલ ઓળખ વિશે જાણ થઈ.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/epi-8-adulterous-teacher-crime-files-part-2730-x-5_1739294439.gif)
આ પણ વાંચો.…10 છોકરીને ભગાડી અનુભવ પર પુસ્તક લખવું હતું, પેરોલ મળતાં 9મી વિદ્યાર્થિનીને ફસાવી
કોર્ટે આજીવન કેદની સજા સાથે 3 લાખનો દંડ ફટકાર્યો આ કેસમાં 14 ઓકટોબર, 2020ના રોજ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. કોર્ટ ટ્રાયલ પછી કોર્ટે આરોપીને દોષિત ઠરાવ્યો અને જીવનના અંત સુધી કારાવાસની સજા ફટકારીને 3 લાખ રૂપિયા દંડ કર્યો હતો.