મહેસાણા9 મિનિટ પેહલા
- કૉપી લિંક
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં ધોરણ 6 થી 8 ના બાળકો સાહિત્યકારોના ચિત્રો ખૂબ જ સુંદર રીતે દોરીને લાવ્યા હતા. સાહિત્યકારોના જીવન પરિચય વિશે વક્તવ્ય રજૂ કર્યા હતા.માતૃભાષાનું ગૌરવ ધરાવતું ગાન ,”ભાષા મારી ગુજરાતી છે” જેનું અભિનય સાથે ગીત વિદ્યાર્થીઓએ સમૂહમાં રજૂ કરીને માતૃભાષાનો મહિમા જાણ્યો અને માણ્યો હતો. મોટાભાગના બાળકોએ ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, માતૃભાષામાં કહેવતો માતૃભાષાની કવિતાઓ અને માતૃભાષાની મહિમાના ગીતો રજૂ કરીને સમગ્ર શાળાનું વાતાવરણ માતૃભાષા મય બનાવી દીધું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બેનશ્રી સંગીતાબેન રાવલે કર્યું હતું.
