Surat : હાલમાં ચૈત્ર માસમાં આકાશમાંથી આગ વરસતી ગરમી પડી રહી છે અને બપોરના સમયે લોકોની અવર જવર પણ ઓછી છે. આવા સમયે સુરતના અનેક વિસ્તારમાં બાળકોના પગમાં ચપ્પલ નથી હોતી તેવા બાળકોને શોધીને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ આકરી ગરમીમાં આવી સેવા ઠંડક આપી રહી છે.
સુરત સહિત ગુજરાતના અનેક શહેરોમાં હાલ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આવી આકરી ગરમીમાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી આકરી ગરમી પડી રહી છે. સુરત મહાનગર પાલિકાએ લોકોને ગરમી સમયે ઘરની બહાર બિનજરૂરી ન નીકળવા તથા લૂ થી બચવા માટે અપીલ કરી છે. હાલ જે ગરમી પડી રહી છે તેના કારણે બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ છે. લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. આવી આપણી ગામમાં શહેરના શ્રમ વિસ્તાર અને શ્રમજીવી વિસ્તારમાં રહેતા બાળકોની હાલત કફોડી થઈ રહી છે.
આવા બાળકોની સ્થિતિ જોઈને સ્નેહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવા બાળકોને પગમાં પહેરવાના ચંપલ આપી તેમને ગરમીથી બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ સ્વાતિ સોસા કહે છે, ઉનાળાના આકરા તાપમાં આપણે ઘર બહાર પણ નીકળતા નથી તેવામા અમુક બાળકો પાસે પગમાં પહેરવા ચંપલ પણ નથી આ બાબતનો વિચાર કરી સ્ને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લંકા વિજય ઓવર સેવા વસ્તીના બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવી રીતે અન્ય જગ્યાએ પણ સેવાના કામ કરવામાં આવશે.