છોટા ઉદેપુર બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે હાલ મતદાન ચાલી રહ્યું છે, આ ચૂંટણીનું પરિણામ બપોર બાદ જાહેર કરવામાં આવશે.
.
છોટા ઉદેપુર ખાતે આજરોજ બાર એસોસિએશનના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. જેમણે ઉમેદવાર રમેશ રાઠવા અને ભાવસિંગ રાઠવા વચ્ચે જંગ જામ્યો છે. છોટા ઉદેપુર બાર એસોસિએશનના કુલ 93 મતદારો છે. જેમાંથી અત્યારસુધી 65 જેટલા મતદારોએ મતદાન કરી દીધું છે.
છોટા ઉદેપુર બાર એસોસિએશનના પ્રમુખ સહિતના પદ માટેની ચૂંટણીનું પરિણામ બપોર બાદ મતગણતરી કર્યા બાદ જાહેર કરવામાં આવશે.