પાટડીમાં આગામી 22મી જાન્યુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમની તૈયારીઓના ભાગરૂપે પાટડી નગરપાલિકા ખાતે ધારાસભ્ય સહિતના આગેવાનો અને મામલતદારની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
.
દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના જણાવ્યા અનુસાર, માલવણથી દસાડા વચ્ચે કુલ રૂ. 431 કરોડના ખર્ચે બનનાર ફોરલેન હાઈવેના પ્રથમ તબક્કામાં રૂ. 235 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બજાણા અને પાટડીમાં બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી હજુ બાકી છે.
બેઠકમાં જુનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ, સુરાભાઈ રબારી, જેસીંગભાઇ ચાવડા, ખેંગારભાઈ ડોડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાઈવે ઉપરાંત પાટડી પુરવઠા વિભાગના બે પ્રોજેક્ટ્સ અને સરકારી કોલેજની નવી બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમથી પાટડી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે.