ગાંધીનગરના કોબા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વર્ણિમ ગુજરાત એમએલએ ક્રિકેટ લીગ 2.0’નો પ્રારંભ કરાવ્યો છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરણાથી બીજી વખત યોજાઈ રહેલી આ લીગ 17થી 20 માર્ચ સુધી ચાલશે.
.
લીગમાં રાજ્યની મુખ્ય નદીઓના નામ પર ટીમો બનાવવામાં આવી છે. સાબરમતી, નર્મદા, ભાદર, શેત્રુંજી, બનાસ અને મહીસાગર નદીઓના નામે ટીમો રમશે. ગ્રુપ-Aમાં સાબરમતી, ભાદર અને શેત્રુંજી છે. ગ્રુપ-Bમાં નર્મદા, બનાસ અને મહીસાગર ટીમનો સમાવેશ થાય છે.
પ્રથમ દિવસે બનાસ ટીમ (અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઇલેવન) અને નર્મદા ટીમ (મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઇલેવન) વચ્ચે મુકાબલો યોજાયો. મહિલા ધારાસભ્યોની શક્તિ ટીમ અને વિધાનસભાના મહિલા કર્મચારીઓની દુર્ગા ટીમ વચ્ચે પણ રસપ્રદ મેચ રમાઈ. જેમાં શક્તિ ટીમે વિજય મેળવ્યો. સાબરમતી અને ભાદર ટીમ વચ્ચે પણ મુકાબલો યોજાયો.

20 માર્ચે મીડિયાકર્મીઓ અને વિધાનસભાના અધિકારી-કર્મચારીઓ વચ્ચે મેચ રમાશે. તે જ દિવસે લીગની ફાઇનલ મેચ પણ યોજાશે. વિધાનસભા સત્રમાં રાજ્યના વિકાસની ચર્ચા-મંથન કરતા ધારાસભ્યોમાં ખેલદિલીની ભાવના વધે તે આ લીગનો મુખ્ય હેતુ છે.


