મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વડાસણ ગામ પાસે એક બોલેરો ગાડીના ચાલકે એક પાંચ વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા બાળક ને ગભીર ઇજાઓ પહોંચ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું. બાળકના મોત અંગે હાલમાં વસાઈ પોલીસમાં ગાડી ચાલક સામે પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વ
.
વિજાપુર તાલુકાના વડાસણ ગામમાં આવેલા પોતાના પરિવાર સાથે રહેતો 5 વર્ષીય પ્રગ્નેશ ઠાકોર નામના બાળકને ગામના જી.ઇ.બી પાસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ બાળકના પિતાને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવી જોતા પોતાનો દીકરો બેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. જ્યાં બાળકના કાન, નાક અને માથામાંથી લોહી વહેતુ હોવાથી પિતા દીકરાને લઈ કુકરવાડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ દરમિયાન ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.જોકે, સમગ્ર અકસ્માતની ઘટના પગલે પિતાએ વસાઈ પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર બોલેરો ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.