દસક્રોઈ તાલુકાના વહેલાલ ગામે સ્થિત પંચકોશ ગુરુકુલમ દ્વારા સુર, શબ્દ અને સંગીતનો એક અનોખો ઉત્સવ “સ્વરોત્સવ” ઉજવાયો હતો. પંચકોશ ગુરુકુલમમાં બાળકોના આનંદમય કોષના વિકાસ માટે બાળકોને પ્રારંભિક તબક્કાથી જ સંગીત પીરસવામાં આવે છે. અહીં મોટા બાળકો ભારતીય શાસ્
.
સ્વરોત્સવએ આ ‘જીંગલ બેલ, જીંગલ બેલ’ અને ‘જોની જોની યસ પાપા’ ગાતી પેઢીને, જાગને જાદવા અને જનનીની જોડ સખી નહિ મળે ગાતા કરવાનો એક પ્રયત્ન છે. જો બાળકને યોગ્ય વાતાવરણ અને તાલીમ મળે તો બાળક શું કરી શકે અને સંગીત શું કરી શકે એની અનુભૂતિ આ કાર્યક્રમમાં જોવા મળી હતી.
આ ઉત્સવમાં 6 વર્ષથી લઇને 14 વર્ષના બાળકોએ વિવિધ સંગીતમય પ્રસ્તુતિઓ કરી હતી. જેમાં ગુજરાતી કવિતાઓ, પ્રાર્થનાઓ, સુગમ સંગીત, દેશભક્તિ ગીતો, રાગ આધારિત શાસ્ત્રીય સંગીત અને લોકગીતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં તબલા-વાદનનો અભ્યાસ કરી રહેલા કુમારોએ સોલો તબલાવાદનમાં પલટા, કાયદાઓ અને પ્રણામી રજૂ કરીને શ્રોતાઓને અભિભૂત કરી દીધા હતા. આ કાર્યક્રમમાં વાંસળી, ઓક્ટોપેડ, કીબોર્ડ, તબલા અને ઢોલક દ્વારા સુર અને તાલના રંગો ભરીને શ્રોતાઓને સ્વરોત્સવના રસમાં તરબોળ કરી દીધા હતા.