પેટલાદ શહેરના શેરપુરા વિસ્તારમાં રમજાન ઈદના દિવસે બાળકોની રમત વિવાદે મોટી ઘટના સામે આવી છે. અર્જુનશા બાવા દરગાહ પાસે જમ્પિંગમાં રમતા બાળકો વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
.
13 વર્ષીય બાળક રમવા ગયો હતો. ત્યાં અન્ય બાળકો સાથે તેનો ઝઘડો થયો હતો. ટીપુ લિયાકતમિયા ઉર્ફે એલ.કે મલેકે બાળકને લાફો મારતા તેના માતા-પિતાએ વિરોધ કર્યો હતો.
આ વિરોધ બાદ ટીપુ લિયાકતમિયા, વસીમ લિયાકતમિયા અને શાહરૂખ ઉર્ફે મિર્ચી નામના ત્રણ શખ્સોએ આ બાળકના પિતા મુસ્તાકમિયા સાથે ઝઘડો કર્યો હતો. શાહરૂખે ઈંટનો ટુકડો મુસ્તાકમિયાના માથામાં માર્યો હતો. જ્યારે ટીપુએ ખંજરથી તેમના પેટ અને કમર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ મુસ્તાકમિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે યાસ્મીનબાનુ મુસ્તાકમિયા મલેકની ફરિયાદના આધારે પેટલાદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.