શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુસ્નાતક કક્ષાના આયુર્વેદ અને હોમિયોપેથી કોર્સીસમાં ચોથા રાઉન્ડ માટે ચોઈસ ફીલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં 22 નવેમ્બર, 2024થી 25 નવેમ્બર, 2024ના સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો ચોઇસ ફીલિંગ કરી શકશે તથા 25 નવેમ્બ
.
4,670 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થયો તદુપરાંત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે MD/MS/ ડિપ્લોમા મેડિકલ કોર્સ માટે સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ગવર્મેન્ટ મેનેજમેન્ટ અને NRI ક્વોટા માટેની બેઠકો ઉપર ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 22 નવેમ્બર, 2024થી 27 નવેમ્બર, 2024ના બપોરના 12 વાગ્યા સુધી ઉમેદવારો ચોઇસ ફીલિંગ કરી શકશે તથા 27 નવેમ્બર, 2024ની સાંજના છ વાગ્યા બાદ ઉમેદવારો ભરેલી ચોઈસ જોઈ શકશે. એમ.ડી/એમ.એસ/ડિપ્લોમા કોર્સમાં કુલ 2163 બેઠકો સામે શૈક્ષણિક વર્ષ 2024-25માં 4,803 વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા છે, જેની સામે 4,786 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયું છે અને 4,670 વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ થયો છે.
143 બેઠકોમાંથી 84 BAMS અને 59 BHMA બેઠકો ઉપલબ્ધ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સ્નાતક કક્ષાના આયુર્વેદિક અને હોમિયોપેથી કોર્સીસમાં એસ્ટેંડેડ ચોથા સ્ટે વેકેન્સી રાઉન્ડમાં 21-11-2024ના રોજ સવારે 11 વાગ્યાથી 23-11-2024ના બપોરે 12 વાગ્યા સુધીમાં રદ્દ થયેલ સીટો પર પ્રવેશ કરવામાં આવશે. તેમાં કુલ 143 બેઠકોમાંથી 84 BAMS અને 59 BHMA બેઠકો ઉપલબ્ધ રહેશે.