- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- CID Crime Raids In Ahmedabad, Vadodara, Gandhinagar, Inspection At Offices Of Visa Consultancy; 17 Teams Tasked, Scam Of Issuing Visas Based On Fake Documents
અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં વિદેશ જનારા લોકોને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની નજરે ચડ્યું હતું. ઘણા સમયથી આ વિઝા કૌભાંડની તપાસ ગુપ્ત રાહે ચાલી રહી હતી. ત્યારે CID ક્રાઈમની 17 ટીમે એક સાથે અમદાવાદ, વડોદર અને ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટના ત્યાં દરોડા પાડ્યા છે. હાલ સમગ્ર જગ્યાએથી કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ મળ્યા છે. તેમ જ તેમની ઓફિસના કોમ્પ્યુટરમાંથી પણ કેટલીક વિગતો મળી છે. જે હાલ તમામ બાબતોનું પંચનામું ચાલી રહ્યું છે. હજી આ તપાસ ચાલુ હોવાની વિગતો CID ક્રાઈમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયન જણાવી રહ્યા છે.
ગેરકાયદેસર વિઝા કન્સલ્ટન્ટ પર તવાઈ ઉત્તર ગુજરાતના ઘણા લોકો