હિન્દુઓના સૌથી મોટા રોશનીના પર્વ દીપાવલી પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ તારીખ 28 ઓક્ટોબરના રોજ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડની ફાઇનલ એસેમ્બલી લાઇનના લોકાર્પણ પ્રસંગે આવી રહેલા બે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે. ત્યારે તેમના સ્વાગતને
.
બરોડીયન્સમાં ઉત્સાહ અને અનેરો ઉમંગ પ્રકાશ પર્વ દિપાવલી અને આગામી 28 ઓક્ટોબરે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેન્ડ્રો સાન્ચેજને આવકારવા માટે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર શહેરને દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે. વડોદરા માટે ઐતિહાસિક અને અવિસ્મરણીય બનનારી ઘટનાને લઇને શહેરીજનોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ અને અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે.
અત્યાધુનિક ટેક્નોલોજીવાળી રંગબેરંગી રોશની વડોદરા જિલ્લા વહીવટી તંત્ર, વડોદરા કોર્પોરેશન, શહેર પોલીસ તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બે દેશોના વડાપ્રધાનોને આવકારવામાં કોઇપણ જાતની કચાસ રહી ન જાય તે રીતે શહેરને શણગારી દેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસથી લઇને ટાટા એરક્રાફ્ટના યુનિટ સ્થળ સુધી ના માર્ગને અત્યાધુનિક ટેક્નોલોજીવાળી ભવ્યાતિભવ્ય રંગબેરંગી રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે.
લોકોએ મોબાઇલ કેમેરામાં ભવ્ય રોશનીને કંડારી શહેરના મુખ્ય માર્ગો, શહેરના માર્ગોની બંને સાઇટો તેમજ લક્ષ્મી વિલાસ પેલેસથી ટાટા એરક્રાફ્ટ યુનિટ સુધીના માર્ગોમાં આવતા તમામ સર્કલોને ભવ્ય રોશનીથી ઝળહળા કરી દેવામાં આવ્યા છે. પ્રકાશ પર્વ દિપાવલી પૂર્વે જ વડોદરા શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. મન મોહી લે તેવી કરવામાં આવેલી રોશનીને નિહાળવા માટે શહેરના ખૂણે ખૂણામાંથી લોકો લક્ષ્મી વિલાસ પેલેસથી લઇને ટાટા એરક્રાફ્ટ યુનિટ સુધીના માર્ગો ઉપર ઉમટી પડ્યા છે અને પોતાના મોબાઇલ ફોનના કેમેરામાં ભવ્ય રોશનીને કંડારી રહ્યા છે. તો કેટલાક લોકો દ્વારા ભવ્ય રોશનીને મોબાઇલ ફોનના કેમેરા દ્વારા કંડારીને પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર પણ પોસ્ટ કરી રહ્યા છે. તો કેટલાક લોકો દ્વારા સર્કલો ઉપર કરાયેલી ભવ્ય રોશની પાસે ઊભા રહીને સેલ્ફી પણ લઈ રહ્યા છે.
વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ પણ બનાવાયા નોંધનીય છે કે, કોર્પોરેશન દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસથી લઇને કાર્યક્રમ સુધીના માર્ગ ઉપર વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે. તેનો શહેરીજનો મન મૂકીને લ્હાવો લઈઇ રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજ તા. 28 ઓક્ટોબરના રોજ વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL), જે એક C-295 એરક્રાફ્ટ ફેસિલિટી છે, તેનું ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે.