સુરત મહાનગરપાલિકાએ સિરામિક મેમ્બ્રેન સાથે એક્ટીવેટેડ કાર્બન સાથેનો ભારતનો પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે.જે પાણીમાં રહેલા PFAS, TEP, colloidal/ dissolved fraction & THMનાં સ્તરને ઘટાડશે. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને વધુ પ્રમાણમાં પાણી મળે તેના
.
16 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે સુરત મહાનગરપાલિકાનાં રાંદેર વોટર વર્કસ ખાતે હયાત 250+50=250 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જર્મન બેઝ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક્ટીવેટેડ કાર્બન સહિત સિરામિક બેઝ મેમ્બ્રેન ટેકનોલોજી વાળો ભારતનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. આ પ્રકલ્પના સાકાર થવાથી દૈનિક લગભગ 16 લાખ જેટલા લોકોને શુદ્ધ પીવા માટે યોગ્ય પાણી ઉપલબ્ધ થશે. સિરામિક મેમ્બ્રેન ફિલ્ટરેશન ટેકનોલોજીનો હેતુ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત પીવાના પાણીના યુ.એસ અને યુરોપિયન યુનિયનની માર્ગદર્શિકા અનુસાર કડક અને નવીનતમ ધોરણોને હાંસલ કરવાનો છે.
અશુદ્ધિ સામે કાયમી રીતે શુદ્ધ પાણી પુરૂ પાડી શકે છે એડવાન્સ મેમ્બ્રેન ટેકનોલોજી, રો-વોટરમાં રહેલા સસ્પેન્ડેડ સોલીડનાં વધુ લોડની સામે પૂરની પરિસ્થિતિમાં પણ સારૂ રીઝલ્ટ આપી શકે તેમ છે. નદીના પાણી અને દરિયાના પાણ કોઈ પણ અશુદ્ધિ સામે કાયમી રીતે શુદ્ધ પાણી પુરૂ પાડી શકે છે તથા 99% ડીગ્રી સેલ્સિયસ જેન ગરમ પાણીને પણ શુદ્ધ કરી શકાય તેમ છે. સિરામિક મેમ્બ્રેન નબળું પડતું નથી અને તેની લાઈફ સ્પાનમાં એક સરખી ગુણવત્તાથી કાર્ય કરે છે.
પ્લાન્ટના ઇન્સ્ટોલેશનની કામગીરી પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજીએ જણાવ્યું કે અઠવા અને રાંદેર ઝોનમાં જર્મનના મેમ્બરન ટેકનોલોજીથી જે પ્લાન શરૂ થવા જઈ રહ્યો છે. તેમાં દેશમાં સૌથી શુદ્ધ પાણી શહેરીજનોને આપવામાં આ પ્રથમ પ્રયાસ હશે. આ પ્લાન્ટ ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ થઈ રહી છે. જે પાણીની પાઇપલાનો છે તેને પણ ચેક કરવામાં આવી રહી છે. ટેકનિકલ કેટલીક મહત્ત્વની કામગીરી હોવાને કારણે બે દિવસ એટલે કે તારીખ 28 અને 29 ફેબ્રુઆરીના દિવસે અઠવા અને રાંદેર ઝોનમાં પાણી સપ્લાય પર કાપ મુકવામાં આવ્યો છે. બે દિવસ આ વિસ્તારના લોકો કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરે તેવી વિનંતી છે.
રાંદેર ઝોનમાં કયા વિસ્તારને થશે અસર 28 ફેબ્રુઆરીએ સિટીલાઇટ, પીપલોદ, ઉમરા, યુનિવર્સિટી, SVNIT, આસપાસની સોસાયટી, LP સવાણી રોડ, ગોરાટ રોડ, પાલનપુર પાટિયા, પરશુરામ ગાર્ડન, રાંદેર, પાલનપુર, રોયલ પ્લેટિનિયમથી રાજહંસ પ્લેટિનિયમ, ઓર્ચિડ ઇન્ફિનિટીથી નક્ષત્ર એમ્બસી‚ મોનાર્કથી ગૌરવ પથ, પાલ હવેલીથી રાજહંસ કેમ્પસથી કબૂતર સર્કલ, હાર્મનિ રેસિડેન્સી, પંચામૃત કેમ્પસ, શ્રીપદ એન્ટિલા,પાલ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગત કેનાલરોડ, ઈસ્કોન મંદિર રોડ, મોરાભાગળ, રામનગર, ભેંસાણ.
અઠવા ઝોનમાં કયા વિસ્તારને થશે 29 ફેબ્રુઆરીએ અઠવાગેટ, લાલ બંગલો, ઘોડદોડ, ભટાર રોડ, પૂજા ફલેટથી સંત તુકારામ-2 તથા 6, પાલનપુર, પાલ, ઝઘડિયા ચોકડીથી ગીરધરનગરથી ટ્વિન ટાવરથી સિદ્ધિ વિનાયક રેસિડેન્સી‚ હેપ્પીહોમ્સ, SMC આવાસ, અડાજણ, અડાજણ પાટીયા, આનંદ મહલ રોડ, હનીપાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઈમ આર્કેડ, પાલનપુર પાટિયા, તાડવાડી, પાલનપુરનાકા.