અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી શાળા નંબર 11 ખાતે સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને તેની ભાગીદાર સંસ્થા શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટની ટીમે વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્ય
.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા અને સ્વચ્છતાના સ્લોગન્સ બોલાવવામાં આવ્યા. આ પહેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં કચરાના યોગ્ય નિકાલ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેથી તેઓ આ આદતોને પોતાના રોજિંદા જીવનમાં અપનાવી શકે અને સ્વચ્છ ભારત અભિયાનમાં પોતાનું યોગદાન આપી શકે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/08/whatsapp-image-2025-02-08-at-120322-am_1738993530.jpeg)