અમરેલી જિલ્લાના સાવરકુંડલા-જેસર રોડ પર બાયપાસ ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ભરૂચની ખાનગી ટ્રાવેલ્સ બસ ધારી ખોડિયાર મંદિરથી બગદાણા તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.
.
બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં 15 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઘાયલોને બે 108 એમ્બ્યુલન્સ મારફતે સાવરકુંડલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બાકીના મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક નિયમન કરી વાહનવ્યવહાર પુનः શરૂ કરાવ્યો છે.
સ્થાનિક રહેવાસી ચિરાગ હિરપરાના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વારંવાર અકસ્માત થાય છે. તેમણે જણાવ્યું કે બાયપાસ ચોકડી પર સ્પીડબ્રેકર કે સર્કલની સુવિધા ન હોવાને કારણે અકસ્માતનું પ્રમાણ વધુ છે. સ્થાનિકોએ અહીં સ્પીડબ્રેકર મૂકવાની માંગ કરી છે, જેનાથી ભવિષ્યમાં અકસ્માત અટકાવી શકાય.

