પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તા.6 થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વારસો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે. માધવપુર ઘેડનો મેળો એ ગુજરાતના પ્રખ્યાત મેળા પૈકી એક છે. ત્યારે વડોદરાવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃ
.
ગુજરાત સહિત વિવિધ રાજ્યની સંસ્કૃતિની ઝલક જોવા મળી અકોટા સ્ટેડિયમમાં નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય રજૂ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહિસાગર ટ્રાઈબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં મંત્રી ઋષિકેષ પટેલની હાજરી વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય આઠ રાજ્યના 400 થી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓની રજૂઆત કરવામાં આવી હતી. દેશની અલગ-અલગ સંસ્કૃતિના કલાકારોએ સંયુક્ત રીતે ભવ્ય નૃત્ય કલાકૃતિઓ રજૂ કરી કલાનગરી વડોદરાવાસીઓના દિલ જીત્યા હતા.આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાની સાર્થક પહેલ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રામાયણ અને મહાભારતના અનેક પ્રસંગનો ઉલ્લેખ કરીને ભવ્ય ઈતિહાસ અને ભારતની દિવ્ય સંસ્કૃતિની રસપ્રદ વાતો કરી હતી.
‘કેમ છો વડોદરા?’ અને ‘જય શ્રી કૃષ્ણ’ કહીને પોતાના પ્રેરક ઉદ્બોધનની શરૂઆત કરીને મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના મહાનગરના લોકો માધવપુર મેળા વિશે વધુને વધુ જાણી શકે તેમજ આગવી સંસ્કૃતિ માટે ગૌરવની લાગણી અનુભવી શકે તે માટે માધવપુરના મેળાની પૂર્વ ઉજવણીનો આ રંગારંગ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. મંત્રીએ આ પ્રસંગે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ જેવી પહેલ થકી સંબંધો અને સંસ્કૃતિ જીવંત થતી હોવાનું જણાવ્યું હતું.

વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહારાજે પણ આ રોચક પ્રસંગે ભક્તિરસ પીરસી ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજી સાથેના લગ્ન મહોત્સવ અને અન્ય પ્રસંગોનો ઉલ્લેખ કરી આવી સુંદર પહેલ અને કાર્યક્રમો બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.મેયર પિન્કીબેન સોનીએ શાબ્દિક સ્વાગત દરમિયાન માધવપુરના મેળાને ભારતની કલા અને સંસ્કૃતિનું સંગમ સ્થાન ગણાવી ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુકમણીજીની પાવન જીવન ગાથા સાથે સંકળાયેલ પ્રસંગો વર્ણવ્યા હતા.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને વડોદરા મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો; અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ 400 કલાકારોએ વડોદરામાં સૌપ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી વડોદરાવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. દેશની બે અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મ કરવામાં આવેલી આ સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી.
આ પ્રસંગે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય યોગેશપટેલ, કેયુર રોકડીયા, વડોદરા મહાનગર પાલિકાના કમિશનર દિલીપ રાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, શહેર ભાજપા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, સહિતના પદાધિકારીઓ, કાઉન્સિલરઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા વહીવટી તંત્ર અને મનપાના અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ સાંસ્કૃતિક નગરી વડોદરાના કલારસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.