Jantri Reforms In Gujarat : ગુજરાતમાં જંત્રી લાગુ કરતા પહેલા ગુજરાત સરકાર દ્વારા જંત્રી સુધારણાને લઈને સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (UDA) અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની રચના કરવામાં આવી છે. તમામ સમિતિમાં જિલ્લા કલેક્ટરને અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
જંત્રી સુધારણા માટે સમિતિની રચના
રાજ્યમાં જંત્રી સુધારણાને લઈને સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેક્ટરને સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, ત્યારે કલેક્ટર સહિત સમિતિમાં મહાનગરપાલિકાના 7 સભ્યો રહેશે, જ્યારે નગરપાલિકાના અને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના 6 સભ્યો રહેશે. આ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં SMCને મળશે આગવું પોલીસ સ્ટેશન, ગૃહ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન
મળતી માહિતી મુજબ, રાજ્યમાં જંત્રીની ક્ષતિઓ સહિતના કેટલાક મુદ્દાઓને સમિતિ સમક્ષમાં રજૂ કરવામાં આવ્યા છે. જેને લઈને સમિતિએ 15 દિવસમાં અભિપ્રાય આપવાને રહેશે, જે ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરી ખાતે મોકલવાનો થશે.