અમદાવાદની ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા યોજવામાં આવતા મેડિકલ ચેકઅપ કેમ્પમાં અનેક લોકો એવા મળતા હતા કે જેમની પાસે સરકારી યોજનાના કાર્ડ ન હતાં. આ સમગ્ર વિગતો સામે આવ્યા બાદ ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતે આમાંથી પણ રૂપિયા ભેગા કરવાનું આય
.
આ રેકેટની અંદર અગાઉથી પણ કેટલાક લોકો જોડાયેલા હતા અને ધીમેધીમે આ રેકેટ રાષ્ટ્રવ્યાપી થઈ ગયું હતું. આ રેકેટમાં અન્ય રાજ્યના લોકો પણ જોડાતા ગયા હતા. બોગસ કાર્ડ બનાવતી બે ગેંગ વ્હોટ્સએપ અને ટેલિગ્રામના માધ્યમથી એકબીજાના ક્લાયન્ટની આપલે કરતી હતી. કાર્ડ એક વખત બની જાય એટલે ક્લાયન્ટને પ્રોવાઇડ કરી દેવામાં આવતું હતું. આ સમગ્ર રેકેટમાં માત્ર ખ્યાતિ હોસ્પિટલમાં 150 લોકોએ કાર્ડ બનાવ્યું હતું. ખ્યાતિની તપાસમાં જ ક્રાઈમ બ્રાન્ચ સામે આ આખું રેકેટ સામે આવ્યું છે. એટલે હવે કૌભાંડના કેટલાક ડેટા ડિલિટ થઈ ગયા, તેને બહાર લાવવા FSL ક્રાઈમ બાન્ચની મદદ કરશે.
PMJAY કાર્ડ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી હોવાનો ખુલાસો ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને એક પછી એક ચોંકાવનારી વિગતો મળી રહી છે. જેમાં NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ) માન્ય હોસ્પિટલોને પીએમજેએવાય હેઠળ થતી સર્જરી અને અન્ય સારવાર અંગેનો ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ આરોગ્ય વિભાગમાં આપવાનો હોય છે. પરંતુ, હોસ્પિટલો દ્વારા આપવામાં આવતા રિપાર્ટને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય રીતે ચકાસવામાં આવતો નથી. કારણ કે, તેની પણ આ સમગ્ર કાંડની સંડોવણી હતી. આમ, પીએમજેએવાય હેઠળ માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ નહીં પણ અન્ય હોસ્પિટલોમાં પણ મોટું કૌભાંડ સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવી રહ્યાની ચર્ચા છે. ત્યારે પીએમજેએવાયના શંકાસ્પદ ઓડિટ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે.
ચિરાગ રાજપૂત, ખ્યાતિ હોસ્પિટલનો CEO.
ઓડિટ રિપોર્ટમાં આરોગ્ય વિભાગની પણ સંડોવણીની ચર્ચા ઓડિટ રિપોર્ટની યોગ્ય ચકાસણી કરવાનું કામ આરોગ્ય વિભાગનું હોવા છતાંય મેડિકલ એજન્ટોની મદદથી રિપોર્ટનું સેટીંગ કરતું નેટવર્ક સક્રિય થયું હોવાની શક્યતા છે. ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવાનું કૌભાંડ ઝડપીને તપાસ શરૂ કરી છે. ત્યારે અત્યાર સુધીની તપાસમાં પોલીસને વધુ વિગતો મળી છે કે એનએબીએચ (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ) માન્ય હોસ્પિટલમાં જ પીએમજેએવાય હેઠળ ઓપરેશન કરવાની પરવાનગી મળે છે. જેમાં હોસ્પિટલમાં ત્રણ મહિના દરમિયાન પીએમજેએવાય હેઠળ થતા ઓપરેશનનો ત્રિમાસિક રિપોર્ટ આરોગ્ય વિભાગમાં સબમીટ કરવાનો હોય છે.
આરોગ્ય વિભાગના ભેજાબાજો સામે ગુનો નોંધાઈ શકે ગુજરાતમાં એનએબીએચની માન્યતા ધરાવતી અનેક હોસ્પિટલોમાં ખ્યાતિ હોસ્પિટલની માફક આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ કરીને સર્જરી કરવામાં આવતી હોવાથી ત્રિમાસિક ઓડિટ રિપોર્ટ ગરબડ કરીને તૈયાર કરવામાં આવે છે. જે બાદમાં આરોગ્ય વિભાગમાં સબમીટ કરવામાં આવે છે. પરતુ, આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ માત્ર નામ પુરતા જ આ રિપોર્ટની ચકાસણી કરે છે, જેના કારણે પીએમજેએવાય હેઠળ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલોની સાંઠગાઠને પગલે રાજ્યભરમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, ખ્યાતિકાંડની સાથે આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચ આરોગ્ય વિભાગના કેટલાક ભેજાબાજ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી શકે છે.
લોકોને રૂ.1500માં બોગસ આયુષ્યમાનકાર્ડ બનાવી આપતા.
આરોપીઓએ શંકાસ્પદ આયુષ્યમાન કાર્ડના અનેક પુરાવા ડિલિટ કર્યા ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં પોલીસને ગેરકાયદેસર રીતે આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતી ગેંગની વિગતો મળી હતી. જેના આધારે ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને હોસ્પિટલમાં પીએમજેએવાય વિભાગમાં કામ કરતા કર્મચારી તેમજ આયુષ્યમાન કાર્ડનું ડિજિટલ કામ સંભાળતી એજન્સીના હેડ સહિત 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે, ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં સમગ્ર મામલો સામે આવી જવાના ડરથી આરોપીઓએ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ સહિત કેસને લગતા અનેક મહત્વના પુરાવાનો નાશ કર્યાની વિગતો પોલીસને મળી છે.
ખ્યાતિ હોસ્પિટલમાં 150 લોકોએ કાર્ડ બનાવ્યું.
PMJAY કાર્ડનું કામ કરતી કંપનીના કર્મીએ ID ભાડે આપી દીધુ ખ્યાતિ હોસ્પિટલકાંડની તપાસમાં પોલીસને ત્રણ હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ ગેરકાયદેસર રીતે તૈયાર કરાયાનો સૌથી મોટો ખુલાસો થતા સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. જે અંગે પોલીસે સમગ્ર ગુજરાતમાં પીએમજેએવાયમાં આયુષ્યમાન કાર્ડનું ડિજિટલ મેન્ટેનન્સનું કામ સંભાળતી કંપની એન્સર કોમ્યુનિકેશના હેડ નિખિલ પારેખે સરકારી વેબસાઇટમાં લોગીન આઇડી ભાડે આપ્યું હતું. આ વિગતો ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલની પૂછપરછ કરતા બહાર આવી હતી અને ગેરકાયદેસર રીતે કામ કરતા એજન્ટોની સંડોવણી સામે આવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી જપ્ત કરેલા મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ગેઝેટ્સ જપ્ત કર્યા છે. જેમાંથી આરોપીઓએ અનેક મહત્વના પુરાવા ડિલિટ કર્યાની શક્યતા છે. ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલની પીએમજેએવાય પરના ડેસ્ક પર કામ કરતા મેહુલ પટેલે પણ અનેક મહત્વના ડેટા ડિલિટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ડેટા રિકવર કરવા માટે લેપટોપ, મોબાઇલ ફોન સહિતના ગેઝેટ્સ ફોરેન્સીક લેબમાં આપવામાં આવશે.
એન્સર કંપનીનો ગુજરાત હેડ ભૂગર્ભમાં ઉતરી ગયો બોગસ PMJAY કાર્ડ બનાવવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ કૌભાંડીને ઝડપી લીધા છે. જ્યારે સમગ્ર કૌભાંડનું મૂળ એવા એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિત પારેખને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 8-10 હજાર રૂપિયાની લાલચમાં ઇ-કેવાયસી માટેનું માસ્ટર લોગીન પાસવર્ડ ગમે તેને આપી દેનાર નિખિલ પારેખ પોલીસ એક્ટિવ થતાં ભૂગર્ભમાં ઉતરી ગયો છે. તે ઝડપાય તો તેણે કેટલા લોકોને આવી રીતે લોગીના પાસવર્ડ આપ્યા હતા, તેની વિગતો સામે આવી શકે તેમ છે. આ પણ વાંચો….. આયુષમાન યોજનાના પોર્ટલમાં ચેડા કરી 1200 કાર્ડ બનાવ્યા, ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ, ચિરાગના કહેવાથી કાર્ડ બનાવતા