ગુજરાતમાં ડિજિટલ શિક્ષણના વધતા વ્યાપ સાથે સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના નેતૃત્વ હેઠળ ‘સાયબર સિક્યુરિટી અવેરનેસ એન્ડ ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ (CAWACH) કવચ
.
આ સ્પર્ધામાં રાજ્યની સરકારી કોલેજો, બિન-સરકારી અનુદાનિત કોલેજો, ગ્રામવિદ્યાપીઠો અને રાજ્ય તેમજ ખાનગી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. સ્પર્ધામાં ડિજિટલ નાણાકીય સલામતી, સોશિયલ મીડિયા જાગૃતિ, સાયબર ક્રાઈમ અને તેનું નિવારણ, માનસિક સ્વાસ્થ્ય અને ડિજિટલ સુખાકારી તેમજ ડિજિટલ નાગરિકતા અને નૈતિક ઓનલાઈન વર્તન જેવા મહત્વપૂર્ણ વિષયો આવરી લેવામાં આવ્યા છે.
સ્પર્ધાનું આયોજન બે સ્તરે કરવામાં આવ્યું છે. જિલ્લાકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ. 11 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 7 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 5 હજારનું ઇનામ આપવામાં આવશે. જ્યારે રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને રૂ. 1 લાખ, દ્વિતીય વિજેતાને રૂ. 71 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 51 હજારનું ઇનામ આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે સજાગ કરવાનો અને તેમને ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રીતે નેવિગેટ કરવામાં મદદ કરવાનો છે.