ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં ધર્મનાં મામા જોડે ફરવા ગયેલ વાવોલની 15 વર્ષની સગીરાને ગામનો જ યુવક લલચાવી ફોસલાવીને ભગાડી લઈ જતા ઈન્ફોસિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના વાવોલ ખાતે રહેતા શ્રમજીવી દંપતીને ત્રણ સંતાનો પૈકી 15 વ
.
ત્યારે સગીરાની માતાને તેના ધર્મના ભાઈએ ફોન કરીને જાણ કરેલી કે, ભાણીને લઈને ઇન્દ્રોડા પાર્કમાં ફરવા માટે લઈને આવ્યો હતો. એ વખતે વાવોલનો ધર્મશ વિજયભાઈ ગાંધી પાર્કમાં આવ્યો હતો. અને સગીરાને હાથ પકડીને લઈ જતો રહ્યો છે.
આ સાંભળી સગીરાની માતા સહિતના પરિવારજનો શોધખોળ કરવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ સગીરાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેથી કરીને દીકરીની શોધમાં ધર્મેશના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, ધર્મેશ પણ ઘરે પરત આવ્યો નથી. આખરે સગીરાનો કયાંય પત્તો નહીં લાગતા ઈન્ફોસિટી પોલીસે ધર્મેશ ગાંધી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.