રાજકોટ શહેરના રૈયારોડ ઉપર જાગૃતિદીપ એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે બે સંતાનો સાથે રહેતી ધર્મિષ્ઠાબેન જીતેશભાઇ માણેક (ઉ.વ.40) નામની પરિણીતાએ દ્વારકા રહેતા પતિ જીતેશ મેપાભાઇ માણેક, દિયર વીરેન ઉર્ફે વીરેન્દ્ર મેપાભાઇ માણેક, કાકીજી હીરાબેન માનસિંગ માણેક, કાક
.
પતિ દારુ પીને આવતો ને ઘરે માથાકૂટ કરતો ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2007માં દ્વારકા રહેતા જીતેશ માણેક સાથે થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે દીકરીઓ છે. બીજી દીકરીનો જન્મ થતા પતિને ગમ્યું ન હતું તેને પુત્રની ઈચ્છા હતી. બાદમાં મને જાણ થઇ કે, પતિને પડોશમાં રહેતી સ્ત્રી સાથે આડા સંબધ છે. એ મારા પતિને ચડામણી કરતી હોવાથી પતિ માર મારતા હતા તેમજ પતિને દારૂ પીવાની ટેવ હોવાથી રાત્રે દારૂ પી ઘરે આવી મારકૂટ કરતા હતા. ઉપરાંત દિયર વીરેનભાઈ મને સંતાનમાં દીકરી હોવાથી મેણાટોણા મારતા, કાકીજી સાસુ હીરાબેન અને દીકરા રાજેશભાઈ, ભરતભાઈ ત્રણેય પતિને ચઢામણી કરતા અને અવારનવાર છૂટાછેડા લેવાનું કહી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.
પતિ મને અને મારી દીકરીઓને રાખવા તૈયાર નથી વધુમાં તેમને જણાવ્યું હતું કે, છેલ્લા દોઢેક વર્ષથી પિયરમાં બંને સંતાનો સાથે રહું છું. મારી દીકરીઓના ભવિષ્યને લઈને અવાર નવાર સમાધાન કરવાના પ્રયન્ત કરવા છતાં પતિ મને અને મારી દીકરીઓને રાખવા તૈયાર નથી. આથી અંતે કંટાળી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, કાકાજી અને તેના ત્રણ દીકરા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.