રખડતા ઢોરને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. જોકે, અમદાવાદના હજી પણ અનેક વિસ્તારોમાં ફરી એકવાર ઢોર રોડ ઉપર આવી ગયા હોવાની ફરિયાદો મળી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, વિરાટનગર જ્યારે પશ્ચિ
.
રાત્રિના સમયે રખડતા ઢોર ખુલ્લા મૂકી દેવાય છે હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, શહેરમાં કેટલાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા અંગેની ફરિયાદો મળી છે, જેથી કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પોલિસી અમલમાં લાવવામાં આવી છે જેમાં રોડ ઉપર રખડતા ઢોર મુકનાર ઢોર માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આવા રખડતા ઢોર મુકનાર ઢોર પકડી માલિક વિરુદ્ધ કેમ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતી નથી તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને હવે સાંજે અને રાત્રિના સમયે રખડતા ઢોર ખુલ્લા મૂકી દેવાય છે.
ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ચેકિંગની સૂચના આગામી ઉત્તરાયણના તહેવાર અને શિયાળાના સમયને ધ્યાનમાં રાખીને કચરિયું, ચીક્કી, અડદિયા પાક, વસાણું સહિતની ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ચેકિંગ કરવા માટે ફૂડ વિભાગની ટીમને સૂચના આપવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં મીઠાઈની અને ફરસાણની દુકાનોમાં જઈને ચેકિંગ કરી સેમ્પલ લેવા માટે જણાવ્યું છે. નાગરિકોને બીટવેલ ઓછું હોવાથી ડોક્ટરો દ્વારા તેના ઇન્જેક્શન આપવામાં આવે છે. બીટવેલના ઇન્જેક્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે આપવામાં આવે છે જે પણ નાગરિકને બીટવેલ ઓછું હોય તેવો બીટવેલના ઇન્જેક્શન સરખેજ, ચાંદખેડા, વટવા, રખિયાલ, થલતેજ, બોપલ સહિતના CHC સેન્ટર ખાતે જઈને લઇ શકે છે.