બોટાદ શહેરમાં ભાજપના અનુસૂચિત જાતি મોરચો અને મહિલા મોરચા દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક સરકારી કુમાર અને કન્યા છાત્રાલયની મુલાકાત લેવામાં આવી હતી.
.
કાર્યક્રમ દરમિયાન મોરચાના હોદ્દેદારોએ વિદ્યાર્થીઓ સાથે વિચારગોષ્ઠી યોજી હતી અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ પણ સામૂહિક રીતે નિહાળવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પાલજીભાઈ પરમાર, અનુસૂચિત મોરચાના પ્રમુખ ધવલભાઈ ડોડીયા, મહામંત્રી દેવજીભાઈ સોલંકી, જયરાજભાઈ ખાચર, બોટાદ શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન બારૈયા, નયનાબેન સરવૈયા, ગીતાબેન મકવાણા, હંસાબેન વાસાણી અને વર્ષાબેન ઝાપડીયા સહિત મોટી સંખ્યામાં છાત્રાલયના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.