વેરાવળ શહેરમાંમાં 10 હજારથી વધુ વસ્તી ધરાવતા સિંધી સમાજની સિંધી સ્કુલ પાડી નખાતા ભારે વિવાદ સર્જાયો છે.જનરલ સિંધી પંચાયત દ્વારા 25 લાખ રૂપીયાના વળતરની માંગ તેમજ જગ્યા મેળવવા માટે કોર્ટમાં દાવો દાખલ કરાયેલ છે.સમગ્ર બાબતે વેરાવળ જનરલ સિંધી પંચાયતના પ્ર
.
વર્ષ 1962 માં નગરપ લિકા એ સ્કુલ માટે જગ્યા ફાળવેલ હતી.આ જગ્યા 2570 મીટર હોય જેમાં 16 રૂમ હતા તે મીલ્કતમાં અનઅધિકૃત પ્રવેશ કરી તોડી નખાયેલ છે તેમજ તે જગ્યા ઉપર કૃષ્ણ નગર પ્રાથમીક શાળાના સંચાલકો કોઈપણ જાણ કર્યા વગર બાંધકામ કરતા હોય જેથી વેરાવળની કોર્ટમાં રૂ.25 લાખનું વળતર તેમજ તે જગ્યા પાછી મેળવવા માટે દાવો કરાયેલ છે.સિંધી શાળાની આખી જગ્યા પચાવી પાડવા માટે અમુક ઈસમો દ્વારા ગેરકા યદેસર કબજો જમાવી પોતાનું ધાર્યુ કરવા માટે અનેક પ્રયત્ન કરે છે આ બનાવથી સિંધી સમાજ તેમજ શહેરમાં ભારે રોષ વ્યાપેલ છે. એપ્રિલના રોજ સુનાવણી સમગ્ર બાબતે આગામી સુનાવણી તા.11 એપ્રિલના રોજ સુનાવણી કરવામાં આવશે તેથી આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું.અને આ જગ્યા પરત મળે તે અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. વેરાવળમાં સિંધી સ્કુલનાં બિલ્ડીંગને તોડી પડાતા વિવાદ ઉભો થયો છે.