વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ યુનિવર્સિટીના ધનવંતરી બંગલો ખાલી ન કરતા આજે વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પાસેથી પૂર્વ વીસીને પોતાના વતને મોકલવા ફાળો એકત્રિત કરી અનોખી રીતે વિ
.
પૂર્વ વીસી સરકારી મિલકત છોડવા માગતા નથી મહત્વની વાત છે કે, પૂર્વ વાઈસ ચાન્સેલર ડો. વિજયકુમાર શ્રીવાસ્તવ અવારનવાર વિવાદોમાં રહ્યા છે. સાથે જ પોતાના જ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર દ્વારા તેઓની ડિગ્રીને લઈ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. બાદમાં કોર્ટ કાર્યવાહી કરે તે પૂર્વે જ તેઓએ રાજીનામું આપી દીધું હતું અને તેઓને આ બંગલો ખાલી કરવા માટેનું અલ્ટીમેટમ આપ્યા છતાં પણ હજુ તેઓ આ સરકારી મિલકત છોડવા માગતા નથી. અગાઉ પણ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ તેઓને ઈમેલ કરી આ બંગલો ખાલી કરવા માટે જણાવ્યું હતું છતાં પણ હજુ યુનિવર્સિટી શા માટે તેઓની સામે કાર્યવાહી નથી કરતું તે સૌથી મોટો સવાલ છે.
તેઓએ કરેલા ભ્રષ્ટાચારના રૂપિયા ખૂટી પડ્યા છે આ અંગે યુનિવર્સિટીના વિદ્યાર્થી મહાવીરસિંહે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની ધન્વંતરિ બંગલો ખાલી નથી કર્યો. સાથે યુનિવર્સિટીમાં કૌભાંડ કર્યું છે, યુનિવર્સિટીનું તંત્ર શું કરી રહ્યું છે તે ખબર નથી પડતી. તેઓએ કરેલા ભ્રષ્ટાચારના રૂપિયા તેઓની પાસે ખતમ થઈ ગયા છે. જેથી આજે વિદ્યાર્થીઓએ એક એક રૂપિયો ભેગો કરીને તેઓને આપશે. અને તેઓને આ વડોદરાના વિધાર્થીઓ અને યુનિવર્સિટીના હિત માટે અમે તેઓને આ રૂપિયા આપી બંગલો ખાલી કરવા માટે રજૂઆત કરીશું.

અમે આમરણાંત ઉપવાસ પર બેસવાના છીએ આ સાથે વધુમાં જણાવ્યું હતું કે, અમે તેઓને 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યું જ છે અને જો 48 કલાકમાં આ બંગલો ખાલી નહીં થાય તો અમે તેઓના બંગલોની આગળ આમરણાંત ઉપવાસ પર બેસવાના છીએ. આજે અમે એક એક રૂપિયો ભેગો કરી અને તેઓને વતન જવા માટે ટિકિટ લઈ શકે એટલો ફાળો આપવાના છે જેથી અમે આ પૈસા ઉઘરાવી રહ્યા છીએ.