બોટાદ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા કરવામાં આવતી કપાસની ખરીદી આજથી અચાનક બંધ કરવામાં આવી છે. આ નિર્ણય CCIના ઓનલાઈન રિટેલ બિલિંગ સર્વરમાં આવેલી ખામીને કારણે લેવામાં આવ્યો છે.
.
માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયાના જણાવ્યા મુજબ, જ્યાં સુધી CCIનું ઓનલાઈન બિલિંગ સિસ્ટમ ફરીથી કાર્યરત નહીં થાય ત્યાં સુધી કપાસની ખરીદી મોકૂફ રાખવામાં આવશે. સિસ્ટમ પુનઃ કાર્યરત થયા બાદ જ ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેની માહિતી ખેડૂતોને અલગથી આપવામાં આવશે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/991afee6-0d95-4576-9265-7fe50440d536_1739244386586.jpg)
ખેડૂતોના હિતમાં APMCએ સ્પષ્ટ સૂચના જારી કરી છે કે, જ્યાં સુધી બીજી જાહેરાત ન કરવામાં આવે, ત્યાં સુધી તેઓ પોતાનો કપાસ માર્કેટ યાર્ડમાં લાવવાનું ટાળે. આ પગલાંથી ખેડૂતોને બિનજરૂરી ધક્કા ખાવાથી બચાવી શકાશે અને વ્યવસ્થિત રીતે ખરીદી પ્રક્રિયા શરૂ થઈ શકશે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/fd84d445-6604-41d7-9ecc-5aa6f1a1c8bf_1739244386586.jpg)
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/2f006c36-1d4f-4579-819c-39f6c0ea5080_1739244386584.jpg)