હેરોઇનના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી
રાજકોટ શહેરના કુવાડવા રોડ પાસે આવેલ ડી-માર્ટ મોલની આગળ ‘‘મેલડી માતાની મોજ” નામના ઓટો ગેરેજ પાસે તા. 14.01.2025ના રાત્રીના જાહેર રોડ પર બે શખ્સ પાસે માદક પદાર્થનો જથ્થો હોય તેવી ચોકકસ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમ દરોડો પાડી ફૈઝલ યુસુફભાઈ ચૌહાણ અને
.
તપાસ કરનાર અધિકારી દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે તપાસમાં આરોપીઓ સહકાર આપતા ન હોય, કસ્ટડીનો સમય પસાર કરતા હોય સાચી માહિતી જાણતા હોવા છતા તેઓ માહિતી જણાવતા ન હોય, તેમજ ફૈઝલ ચૌહાણની કબુલાત મુજબ અગાઉ પણ હેરોઈનનો જથ્થો ખરીદેલ હોય તે જથ્થો આરોપી દ્વારા કઈ-કઈ જગ્યાએ અને કોની કોની પાસેથી લાવી અને કોને વેચાણ કરેલ તે અંગેની હકીકતો જણાવવામાં આવેલ હતી. આ પછી સરકાર પક્ષની દલીલો, તપાસનીસ અધિકારી દ્વારા માંગવામાં આવેલ રીમાન્ડના પેપર્સ તથા આરોપી પક્ષે ગૌરાંગ પી. ગોકાણીની દલીલોને ગ્રાહ્ય રાખીને ફૈઝલ યુસુફભાઈ ચૌહાણના રીમાન્ડ નામંજુર કરવામાં આવ્યા છે. બન્ને આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શિવરાજસિંહ જાડેજા તથા લીગલ આસી. તરીકે જયદિપ ગઢીયા રોકાયેલા હતા.
મોરબી રોડ પર આવેલા વાછકપર બેડી ગામે રહેતાં ભરતભાઇ ખોડાભાઇ બાબરીયા (ઉ.વ.25) નામના યુવાને થોડા દિવસ પહેલા વાડીએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો દરમિયાન આજે સારવારમાં દમ તોડી દેતાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર ભરતભાઇ બાબરીયા કારખાનામાં મજૂરી કરતો હતો અને તેને સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી છે. આપઘાતનું કારણ બહાર ન આવતાં કુવાડવા પોલીસે ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જીવરાજપાર્ક પાસે એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની પીસીબી ટીમને બાતમી મળતા જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ પાસે દરોડો પાડી કારમાં બેસી લેપટોપમાં આઇ.ડી.પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા સ્મીત નીતિનભાઇ ફળદુ (ઉ.વ.30) ને પકડી લઇ મોબાઇલ, લેપટોપ તથા કાર મળી રૂ.2.25 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.