શહેરમાં બે વર્ષ બાદ વધુ એક વખત ક્રેડાઈ વડોદરા દ્વારા આગામી તા. 20, 21, 22 અને 23 ફેબ્રુઆરી 2025ના રોજ શહેરના નવલખી મેદાનમાં પ્રોપર્ટી એક્સપો “મહાકુંભ ઓફ પ્રોપર્ટી શો”નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ એક્સપોની થીમ સોશિયલ કોઝ પર રાખવામાં આવી છે. જેમ
.
‘મહાકુંભ ઓફ પ્રોપર્ટી શો’ આ અંગેની માહિતી આપતા ક્રેડાઇના ચેરમેન પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, વડોદરાનાં નવલખી મેદાનમાં આયોજીત આ પ્રોપર્ટી શો વડોદરાના નાગરિકો તેમજ વડોદરામાં ઈન્વેસ્ટ કરવા ઈચ્છુંક રોકાણકારો માટે એક અમુલ્ય તર બની રહેશે તેમજ ગ્રાહકોને આ એકસપોમાં શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ઠ ડીલ પણ ડેવલોપર્સ દ્વારા આપવામાં આવશે. આ એક્સ્પો એસ્ટેટ બ્રોકર્સ માટે નેટવર્કિંગનું એક ઉત્તમ સ્થળ બની રહેશે.
20થી વધુ પ્રોજેક્ટનું એક્સ્પો લોન્ચિંગ કરાશે ક્રેડાઈ વડોદરાના પ્રમુખ ધ્રુમિલ પટેલે જણાવ્યું હતું કે, તા. 20થી 23 ફેબ્રુઆરી દરમિયાન 4 દિવસીય પ્રોપર્ટી એક્સપો 2025માં 100થી વધુ ડેવલોપર્સ ભાગ લઈ રહ્યા છે. એટલું જ નહીં ડેવલોપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની 500થી વધારે પ્રોપર્ટીમાં ઉત્તમ ડીલ લઈને શહેરના નાગરિકો અને રોકાણકારો સમક્ષ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં ડેવલોપર્સ દ્વારા તેમના 20થી વધુ પ્રોજેક્ટનું એક્સ્પો 2025માં મેગા લોન્ચિંગ કરવામાં આવનાર છે. તે ઉપરાંત અનેક એવા પ્રોજેક્ટ પણ છે જેમાં રેડી ટુ મુવ ઈન હેઠળ ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપવામાં આવશે.
શહેરીજનોના મનોરંજન માટે લાઈવ પરર્ફોમન્સ કરાશે વડોદરા શહેરના નાગરિકો તેમજ પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરનાર રોકાણકારોને આ પ્રોપર્ટીના મહાકુંભમાં બુકિંગ દરમિયાન પણ 10 ટકાથી વધુ ખાસ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. તે ઉપરાંત પ્રોપર્ટીના મહાકુંભમાં આવનાર મુલાકતીઓ માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યા છે. જે હેઠળ વિજેતાઓને આકર્ષક ઈનામો ઉપરાંત રૂપિયા 1 લાખ સુધીના વાઉચર પણ આપવામાં આવનાર છે. સાથે જ ફૂડ કોર્ટ અને શહેરના વિવિધ કલાકારો દ્વારા શહેરીજનોના મનોરંજન માટે લાઈવ પરર્ફોમન્સ પણ રજૂ કરવામાં આવનાર છે.
સંજય રાવલના સેમિનારનું પણ આયોજન ચાર દિવસીય મેગા ઇવેન્ટના ત્રીજા દિવસે એટલે કે, તા. 22મી ફેબ્રુઆરીના રોજ સિંગર અમિત ગુપ્તાનાં લાઈવ કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત શહેરીજનો તેમજ એક્સ્પોમાં ભાગ લેનાર તમામ માટે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલના સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એક્સ્પોમાં વિવિધ ડેવલપોર્સ માટે 60થી વધારે સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જેમાં ડેવલોપર્સ દ્વારા તેમના પ્રોજેક્ટના મિનિએચર સહિતની સુવિધાઓ સાથે પ્રોજેક્ટની માહિતી આપવામાં આવશે. એટલું જ નહીં પ્રોપર્ટી ખરીદનારને લોન લેવા માટે બેંકના ધક્કા ન ખાવા પડે તે માટે એક્સપોમાં જ બેંકના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.