વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ અમદાવાદ પોલીસ એકશન મોડમાં આવી છે. પોલીસ દ્વારા આજથી સમગ્ર શહેરમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા બેરીકેટિંગ લગાવી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્ર
.
શહેરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું અમદાવાદના વસ્ત્રાલમાં હોળીના દિવસે અસામાજિક તત્વોએ કરેલ તોફાન બાદ શહેર પોલીસ દ્વારા આજથી સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે.પોલીસ દ્વારા શહેરમાં સાંજના સમયથી જ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેર પોલીસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કોમ્બિંગમાં જોડાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વના હાટકેશ્વર,મણીનગર,રામોલ,નિકોલ,વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનેક શંકાસ્પદ વ્યક્તિઓને રોકીને પૂછપરછ પણ કરવામાં આવી હતી. ગુનાહિત પ્રવૃતિઓ ચાલતી હોય તેવી જગ્યાએ પણ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

મોડી રાત સુધી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ઝોન 4 ડીસીપી કાનન દેસાઈ દ્વારા શાહીબાગ,મેઘાણીનગર,એરપોર્ટ,સરદારનગર, કૃષ્ણનગર,નરોડા સહિતના વિસ્તારમાં લિસ્ટેડ ગુનેગારોને બોલાવીને તપાસ કરવામાં આવી હતી.ગુનેગારોને સૂચના પણ આપવામાં આવી હતી કે અસામાજિક કે ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં જોડાવું નહીં તો કાયદો કાયદાનું કામ કરશે. ડીસીપી દ્વારા પોલીસ સ્ટાફની સાથે રહીને મોડી રાત સુધી રસ્તા ઉપર વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું.