નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામે રહેતા રાયજી વસાવા જેઓ ખેતી પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. ગત રોજ રાત્રી નાં સમયે જીઈબી ની લાઈન પોતાના ખેતર નાં સીમાડા પરથી પસાર થાય છે. તેમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ થતા ખેતરમાં તુવેરનો ઉભો પાક શોર્ટ સર્કિટના કારણે આ
.
પાક બળી જતા ખેડૂતના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આવા સંજોગોમાં નેત્રંગ તાલુકાના આગેવાન ગૌતમ વસાવાએ સ્થળ નિરીક્ષણ કરીને ખેડૂતને બનતી સહાય નું આશ્વાસન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તલાટી અને ચંદ્રવાણ ગામના સરપંચ અંકિતા વસાવા ને જાણ થતાં તાત્કાલિક ધોરણે ખેડૂતના ખેતરનું પંચનામું કરવામાં આવ્યું હતું.