દેશમાં વિવિધતામાં એકતા કલા વારસામાં પણ જોવા મળે છે. દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ અને પરંપરાઓ છે. નૃત્ય અને કલાના માધ્યમથી દરેક રાજ્ય પોતાની એક અલગ અને આગવી ઓળખ ધરાવે છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સંસ્કૃતિના કલાકારોએ સંયુક્ત રી
.
કલાકૃતિ જોઇને સુરતીઓ મંત્રમુગ્ધ થયા પોરબંદર દિલ્લાના માધવપુર ખાતે તા. 6થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગળ મેળો યોજાશે. જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરોને જોવા, જાણવા અને માણવાની તક મળશે. ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થયા એ માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઈન્સ ખાતે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યોના 200 તથા ગુજરાતના 200 કલાકારોએ એકથી એક ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતીઓ હાજર રહ્યા હતા. સૌ કોઈ કલાકારો દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ જોઇને મંત્રમુગ્ધ થયા હતા. કલાકારોએ પણ પોતાની કલાનું શ્રેષ્ઠતમ પ્રદર્શન કર્યું હતું.
અલગ અલગ રાજ્યોના 400 કલાકારોએ ભાગ લીધો રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો જેમાં અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ 400 કલાકારોએ સુરતમાં સૌપ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી સુરતવાસીઓ મંત્રમુગ્ધ કર્યા હતા. દેશની બે અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મ કરવામાં આવેલી આ સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ હતી.

ગુજરાત અને નોર્થ ઈસ્ટના વિવિધ કલાનૃત્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા ઈન્ડોર સ્ટેડિયમમાં નોર્થ ઈસ્ટના વિવિધ કલા નૃત્યોમાં અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, મણિપુરનું પંગ ઢોંગ ઢોલોક ચોલમ, મિઝોરમનું ચોંગ્લેઝવોન, વાંગલા, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), સિંગઈ/યોક છમ, તેમાંગ સેલો, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય રજૂ કર્યા હતા. ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ, મહીસાગર ટ્રાઈબલ નૃત્ય, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગનું ડાંગી, જોરાવરનગરનું હુડો, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ, મોરબીના ગરબા, ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

