દાહોદ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ સ્નેહલ ધરીયાએ તેમના કાર્યભાર સંભાળ્યા બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત શરૂ કરી છે. આ ક્રમમાં તેમણે ઝાલોદ તાલુકાના ચિત્રોડીયા ગામની મુલાકાત લીધી હતી. ચિત્રોડીયા ખાતે પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાએ આદિવાસી પરંપરા
.
આ મુલાકાત દરમિયાન ઝાલોદની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી. ઝાલોદનું રાજકીય સમીકરણ સતત બદલાતું રહેતું હોવાથી આ વિસ્તાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં ઝાલોદ તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ભાભોર, જિલ્લા સભ્ય સુરેશભાઈ કટારા, તાલુકા સભ્ય સતિષભાઈ તેમજ પાલિકાના કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ જિલ્લા પ્રમુખનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ભાજપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.