ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત યુ.એન.એમ. ફાઉન્ડેશન ‘અભિવ્યક્તિ-ધ સિટી આર્ટ પ્રોજેક્ટ’ની છઠ્ઠી આવૃતિ સાથે દેશભરના સર્જકો અને કલાકારોના માધ્યમથી નવા વિચારો અને થીમ્સ લઈને આવ્યુ છે.
.
96 કલાકારો દ્વારા 140 પ્રદર્શન રજુ કરાશે બહુપ્રતિક્ષિત આ આર્ટ પ્રોજેક્ટ 21મી નવેમ્બરથી શરૂ થશે અને 8મી ડિસેમ્બર, 2024 સુધી ચાલશે. આ દરમિયાન દરરોજ નૃત્ય, સંગીત, નાટકો અને વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન સહિતની શૈલીમાં 96 કલાકારો દ્વારા 140 પ્રદર્શન રજુ કરવામાં આવશે. પોતાની અગાઉની આવૃત્તિઓની જેમ અભિવ્યક્તિ કલાકારો માટે પોતાના વિચાર, સર્જન, પ્રદર્શનની મૌલિક અને કલાત્મક અભિવ્યક્તિ માટે પસંદગીનો મંચ બની રહ્યું છે.
ગત વર્ષ કરતા બમણી અરજીઓ મળી અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિમાં સહભાગી થવા માટે દેશભરમાંથી ગત વર્ષ (775 અરજીઓ) કરતા લગભગ બમણી 1236 કલાકારોની અરજીઓ મળી હતી. જે દેશભરના કલાકાર સમુદાયમાં અભિવ્યક્તિની વધતી જતી લોકપ્રિયતાની સાક્ષી પુરે છે. આ સાથે જ અભિવ્યક્તિ કલાના વિવિધ સ્વરૂપોના મૌલીક વિચારો અને અભિવ્યક્તિ માટે એક ઉત્તમ મંચ બની રહ્યો હોવાની વાતને મજબુત બનાવે છે. 1.75 લાખથી વધુના રેકોર્ડ ફૂટફોલ્સ સાથે ગત વર્ષે પાંચમી આવૃત્તિને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં હાલના સ્થળ ઉપરાંત અટિરા કેમ્પસ રૂપે વધુ એક સ્થળે છઠ્ઠી આવૃત્તિને ભવ્ય આયોજન બનાવવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ભારતના કલાકારો માટે લોકપ્રિય મંચ બનતા નિહાળવુ આનંદદાયક છે આ અંગે માહિતી આપતા યુ.એન.એમ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સપના મહેતાએ જણાવ્યું હતું કે “અભિવ્યક્તિને સમગ્ર ભારતના કલાકારો માટે લોકપ્રિય મંચ બનતા નિહાળવુ આનંદદાયક છે. અભિવ્યક્તિ આજે કોઈના દિલ અને આત્માથી નિકળતી વાર્તાને અનોખી રીતે રજુ કરવાનું મહત્વનું મંચ બની ગયુ છે. ત્યારે છઠ્ઠી આવૃત્તિ વિઝ્યુઅલ ઇન્સ્ટોલેશન સ્વરૂપે ટેકનોલોજી અને કલાનું સંગમની સાક્ષી બનશે. જ્યાં ઓગમેન્ટેડ રિયાલિટીનો સર્જનાત્મક ઉપયોગ અમારા દર્શકોને એક અલગ અનુભવ આપશે. છઠ્ઠી આવૃત્તિ દર્શકોમાં આકર્ષણ જમાવવાની સાથે પ્રદર્શનની દ્રષ્ટિએ નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે, તેમજ કલા સમુદાયને એક મંચ ઉપર લાવી આગામી આવૃત્તિઓ માટે નવા માપદંડ સ્થાપિત કરશે.”
માર્ગદર્શકોમાં કલા ક્ષેત્રના જાણીતા નામોનો સમાવેશ છઠ્ઠી આવૃત્તિની થીમ “સ્ટોરીઝ ફ્રોમ ધ સોલ” રહેશે. જેમાં ચાર વિખ્યાત આર્ટ ક્યુરેટર્સ દ્વારા ચાર શૈલીઓમાં ક્યુરેટેડ પ્રદર્શન રજુ કરવામાં આવશે. જેમાં સંગીતમાં કે. સુમંત, રંગમંચમાં ચિરાગ મોદી, વિઝ્યુઅલ આર્ટ્સમાં ધારા દવે વ્યાસ અને નૃત્યમાં માનસી મોદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માર્ગદર્શકોમાં કલા ક્ષેત્રના જાણીતા નામો રજત ધોળકિયા (સંગીત), સૌમ્યા જોશી (રંગમંચ), ક્રુતિ મહેશ (નૃત્ય) અને ખંજન દલાલ (વિઝ્યુઅલ આર્ટસ)નો સમાવેશ થાય છે.
પ્રોફેશનલ કલાકારોના માર્ગદર્શન હેઠળ શીખવાની તક પણ મળશે એક પખવાડિયા સુધી ચાલનારા આ કલા પ્રદર્શન દરમિયાન દર્શકોને પ્રોફેશનલ કલાકારોના માર્ગદર્શન હેઠળ વિવિધ કલા સ્વરૂપો અંગે શીખવાની તક પણ મળશે. જે માટે સાર્થક દુબે દ્વારા નૃત્ય માટે અને કમુડી અને સમીર સહસ્રબુધે દ્વારા વિઝ્યુઅલ આર્ટ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવશે. સપ્તાહના અંતે વિઝ્યુઅલ આર્ટસ ક્યુરેટોરિયલ ટીમ દ્વારા ક્યુરેટોરિયલ વોક દર્શકોને વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન અને કલાત્મક અભિવ્યક્તિઓની જટિલતાઓની વિગતવાર સમજ આપશે. યુ.એન.એમ. ફાઉન્ડેશનની પહેલથી શરૂ થયેલ અભિવ્યક્તિનું મંચ, વર્ષ 2018માં પ્રથમ આવૃત્તિથી અત્યાર સુધી 275થી વધુ કલાકારો દ્વારા રજુ કરવામાં આવતી કલા અને સંસ્કૃતિનનું સાક્ષી બન્યું છે. છેલ્લાં છ વર્ષોમાં આ કલા ઉત્સવે અદ્દભૂત પ્રદર્શન અને કલાનો અનુભવ કરનાર લગભગ ત્રણ લાખ દર્શકોનો પ્રેમ અને પ્રસંશા મેળવી છે.
અભિવ્યક્તિ ઉત્સવમાં દર્શકો વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકે છે. પ્રથમ દિવસનો કાર્યક્રમ નીચે મુજબ છે.
21મી નવેમ્બર, 2024ના પ્રદર્શનનો કાર્યક્રમ |
|||||
સાંજે 5 વાગ્યાથી વિઝ્યુઅલ આર્ટ માટે પ્રદર્શન ખુલ્લુ રહેશે |
|||||
સ્થળ | કલાકારો | થીમ | કલાનો પ્રકાર | સમય | |
અટિરા | ખુશી લંગાલિયા | સંગીતકારિણી | |||
તાના રીરી | નૃત્ય-ક્લાસિકલ કન્ટેમ્પરરી | રાત્રે 8.30 વાગ્યે | |||
એમ્ફી થિયેટર – ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ |
સૌમ્યા જોશી | ઓહ!! વુમનિયા | નાટક | રાત્રે 9 વાગ્યે |
અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ: એક મંચ ઉપર અદ્વિતિય અને ભવ્ય કલા પ્રદર્શન
- અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ એ ટોરેન્ટ ગ્રૂપના મહેતા પરિવાર સ્થાપિત UNM ફાઉન્ડેશનની એક પહેલ છે, જે સ્થાન, મર્યાદા (શારીરિક અને વ્યક્તિગત) અને સામાજિક ભેદભાવ વગર કલા દર્શકો સુધી પહોંચાડીને કલાને સામાજિક રચનાનો એક અભિન્ન ભાગ બનાવવાની પ્રયત્ન કરે છે. જેમાં આર્થિક રીતે તમામ સ્તરના લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ છે.
- અભિવ્યક્તિનું વિઝન અને મિશન ઉભરતી પ્રતિભાઓની ઓળખ કરવી, તેમને સમર્થન આપવુ અને તમામ શૈલીના કલાકારોને શહેરીજનો સમક્ષ પોતાની હલ્તકલા રજુ કરવા માટે યોગ્ય મંચ પુરો પાડવાનો છે.
- અભિવ્યક્તિમાં નૃત્ય, સંગીત, ચિત્ર, ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન અને રંગમંચથી માંડીને અસંખ્ય કલા સ્વરૂપોનો સમાવેશ થાય છે. અભિવ્યક્તિનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાયુક્ત કલાને લોકો સુધી તદ્દન નિઃશુલ્ક પહોંચાડવાનો છે.
- અભિવ્યક્તિની છઠ્ઠી આવૃત્તિ 21મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન યોજાઈ રહી છે. આ વર્ષે 49 કલાકારો 50 પ્રદર્શન રજૂ કરશે. આ ઉપરાંત 47 કલાકારો દ્વારા 46 વિઝ્યુઅલ આર્ટ્સ ડિઝાઇન અને સેટઅપ કરવામાં આવશે.
- કલા પ્રેમીઓ કાર્યક્રમની રૂપરેખા અને અન્ય માહિતી માટે www.abhivyaktiart.org પર લોગ ઓન કરી શકે છે અથવા 7069104444/ 7069105555 નંબર ઉપર ફોન કરી શકે છે. તમામ લોકો માટે પ્રવેશ મફત છે.