અમદાવાદ,બુધવાર
દાણીલીમડામાં રહેતા યુવકે ફેસબુકની લિંક પર ક્લિક કરતા વોટ્સએપ પર કોલ આવ્યો અને આઈફોન વોચ ગિફ્ટમાં લાગી છે. જો કે ટોકન પેટે રૃા.૪૦૦૦ આપવા પડશે તમારી સાથે કશું જ ખોટું નથી કરી રહ્યા કહીને યુવક પાસે ઓનલાઈન રૃપિયા મંગાવી લીધા પછી ગિફ્ટ નહી મોકલીને ઠગાઈ આચરી હતી.
તમારા સાથે કંઇ ખોટું થશે નહી કહીને ટોકન પેટે રૃા.૪૦૦૦ પડાવ્યા બાદ ગિફ્ટ નહી મોકલી છંતરપીંડી આચરી
દાણીલીમડા રહેતા અને બી.કોમમાં અભ્યાસ કરતા ભાવેશ (ઉ.વ.૧૯) દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નાંેધાવી છે કે તા.૨૨ રોજ ફેસબુકની લિંક પર ક્લિક કરતા વોટ્સએપના જુદા જુદા ગૃ્રપમાં જોઈન્ટ થયો હતો. બાદમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેમને વિડીયો અને કોમેન્ટ લાઈક કરેલા છે. જેથી તમને આઈફોનની વોચ ગિફ્ટમાં લાગેલી છે. ટોકન પેટે રૃા.૪૦૦૦ આપવા પડશે ત્યારબાદ જ તમારા સરનામે આઈફોન વોચ મોકલી શકાશે.
જેથી યુવકે પોતાની પાસે રૃ.૨૦૦૦ જ હોવાનું કહેતા લોકોને ગિફ્ટમાં આઈફોન આપ્યા હોય તે પ્રકારના વિડીયો મોકલી આપ્યા હતા. બાદમાં આરોપીએ ભગવાન કસમ હું તમારી સાથે કંઇ ખોટુંં નહી કરુ કહ્યું હતું. આથી વિશ્વાસ આવતા યુવકે તેના પોતાના ખાતામાં થી રૃ.૨૦૦૦ અને પિતાના ખાતામાં થી રૃા.૨૦૦૦ મળી કુલ રૃા.૪૦૦૦ ગુગલ પેથી મોકલી આપ્યા હતા.