સુરતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી મોતની આશંકા સાથે ચાર જેટલા મોત નિપજ્યા છે. મૃતકોમાં 24 વર્ષની ઉંમરથી લઈને 41 વર્ષની ઉંમરના યુવાનોનો સમાવેશ થઈ રહ્યો છે.
.
બનાવ 1 મૂળ પાટણ અને સુરતમાં અડાજણ પાલ વિસ્તારમાં આવેલા ક્રિસ હાઈટ્સમાં 41 વર્ષીય બકુલ કિર્તીભાઈ શાહ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે. બકુલભાઈ હીરા દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ગતરોજ વેસુ ખાતી આવેલા ખેલઘટના ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા ગયા હતા. દરમિયાન કિકેટ રમતા રમતા અચાનક બેભાન થઈ ગયા હતા ત્યાર બાદ હોસ્પિટલ ખસેડતા તેમને મૃત જાહેર કરાયા હતા.
બનાવ 2 મૂળ યુપી પ્રતાપગઢ અને પાંડેસરા વિસ્તારમાં આવેલા બાલાજી નગરમાં 38 વર્ષીય દીપક વિજય તિવારી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની છે. દિપક વોચમેન તરીકે નોકરી કરતા હતા અને પત્ની ડાઘા કટીંગમાં કામ કરતા હતા. 12 વર્ષનો લગ્ન ગાળો છે પણ હજુ પણ નિસંતાન છે. ગતરોજ સાંજે કામ પરથી ઘરે આવી રહ્યા હતા તે સમયે ગીતા નગર પાસે અચાનક છાતીમાં દુખાવો થયા બાદ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યાર બાદ તેમને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા મૃત જાહેર કરાયા હતા.
બનાવ 3 મૂળ મહારાષ્ટ્ર ધુલિયા અને અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવસ 24 વર્ષીય અજય જ્ઞાનેશ્વર કુંવર મામા સાથે રહેતો હતો. હાલ તે બેકાર હતો કોઈ કામ ધંધો કરતો ન હતો. ગઈકાલે રાત્રે ઘરે સુતા બાદ સવારે મામા એ ઉઠાડતા ઉઠ્યો ન હતો. 108 ને જાણ કરવામાં આવતા ઘરે પહોંચેલી તે મેં તેને મૃત જાહેર કર્યો હતો.
બનાવ 4 મૂળ મહારાષ્ટ્ર જલગાવ અને સુરતમાં વેડરોડ વિસ્તારમાં આવેલી રૂપલ સોસાયટીમાં 40 વર્ષીય સુનિલ હરીશ તાયડે પરિવાર સાથે રહેતો હતો અને સંચા મશીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કચરોજ બાથરૂમ જવા માટે ઉઠ્યો હતો અને ત્યારબાદ બાથરૂમમાં ચક્કર આવ્યા બાદ ત્યાં ઢળી પડ્યો હતો.