સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં આજે જબરજસ્ત રોમાંચ સવારથી જોવા મળ્યો હતો. પહેલી વખત સુરત ડિસ્ટ્રિક કોઓપરેટીવની ચૂંટણી જાણે અહમ સાથે લડાવતી હોય તે પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હતા. લાખો રૂપિયાની મેમ્બરશીપ લીધેલા મતદારોએ પણ ઉત્સાહભેર મતદાન
.
સ્ટેડિયમ પેનલનો વિજય થયો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં કુલ 21 ઉમેદવારો માટે 43 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 5450 કુલ મતદારો પૈકી SDCA ચૂંટણીમાં 69.12% મતદાન થયું હતું. કુલ 3608 મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી સમયે જ હેમંત કોન્ટ્રાક્ટર પેનલના સમર્થકોમાં ખૂબ જ નિરાશા જોવા મળી હતી. ત્યારે બીજી તરફ સ્ટેડિયમ પેનલના ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરિણામ પણ એ જ પ્રકારે આવ્યું છે. ખૂબ ચર્ચામાં રહેલી આ ચૂંટણીમાં એક તરફી પરિણામ આવતા આશ્ચર્ય ઊભું થયું છે.
સાંસદ મુકેશ પટેલના ભાઈનો પરાજય સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા પોતાના ભાઈને પણ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. મુકેશ દલાલના ભાઈ અનિલ દલાલનો કારમો પરાજય થયો હતો. સ્ટેડિયમ પેનલનો વિજય થયો પરંતુ મુકેશ દલાલના ભાઈ ચૂંટણીમાં જીતી શક્યા ન હતા. મુકેશ દલાલ દ્વારા સ્ટેડિયમ પેનલને જાહેરમાં સમર્થન કરીને તેમના માટે મતની પણ માંગણી કરી હતી.
હેમંત કોન્ટ્રાક્ટરની બંને દીકરીઓનો વિજય સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરના નિધન બાદ યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા ઉમેદવાર તરીકે તેમની બંને દીકરીઓએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. યેશા અને અક્ષરા કોન્ટ્રાક્ટરનો વિજય થયો છે. સ્ટેડિયમ પેનલના 18 ઉમેદવારોનો વિજય થયો અને હેમંત કોન્ટ્રાક્ટર પેનલમાંથી યેશા, અક્ષરા અને મહેક ગાંધી માત્ર ત્રણ ઉમેદવારોનો વિજય થયો છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન સાથે સ્વર્ગેય હેમંત કોન્ટ્રાક્ટર વર્ષોથી જોડાયેલા હોવાના કારણે મતદારોએ પણ તેમની બંને દીકરીઓને મત આપીને વિજય અપાવ્યો છે. કોન્ટ્રાક્ટર પરિવારના આંતરિક મતભેદને કારણે આ વખતની ચૂંટણી ભારે ચર્ચામાં રહી હતી. એક જ પરિવારના લોકો એકબીજાની સામસામે આવી ગયા હતા.