આણંદ જિલ્લામાં આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં 500થી વધુ આરોગ્ય કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાલ શરૂ કરી છે.
.
હડતાલી કર્મચારીઓએ રામધૂન બોલાવી અને “અમારી માંગો પૂરી કરો”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની મુખ્ય બે માંગણીઓ છે. પ્રથમ માંગણી ટેક્નિકલ કેડરમાં સમાવેશની છે. બીજી માંગણી ખાતાકીય પરીક્ષા રદ કરવાની છે.
આણંદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે જણાવ્યું કે, આ મુદ્દે મુખ્યમંત્રી, વિભાગીય મંત્રીઓ અને સચિવને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. કર્મચારીઓનો ઉચ્ચતર પગાર ધોરણનો હક છે. પરંતુ ખાતાકીય પરીક્ષાના કારણે તેઓ આ લાભથી વંચિત રહે છે.

મહાસંઘે ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.