ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવી જોઈએ: ગેનીબેન ઠાકોર
.
ગુજરાતમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવી જોઈએ. અમદાવાદમાં યોજાયેલી ગૌ સંસદમાં કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે આ માંગ ઉઠાવી છે.
હવામાન વિભાગની સાત દિવસની વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
‘વાવ બેઠક પર AAPનો ઉમેદવાર ચૂંટણી લડશે’
વાવ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી લડશે. આપના પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડૉક્ટર રમેશ પટેલે આ જાહેરાત કરી છે. વાવ વિધાનસભાની બેઠક પર 13 નવેમ્બરે મતદાન થશે. 23 નવેમ્બરે પરિણામ આવશે.
ભેળસેળ કરનારાઓની માહિતી જાહેર કરવા માગ
નકલી, ભેળસેળ અને નશાનું ગેટ-વે ભાજપા મોડલથી ગુજરાતીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યાં છે. કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. તેમને ખરાબ ક્વોલિટીના માલ વેચતાં પકડાયેલા વ્યક્તિઓની માહિતી જાહેર કરવા માગ કરી છે.
MLA ચૈતર વસાવાની ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ
અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડના ડ્રગ્સ પકડાવા મામલે MLA ચૈતર વસાવાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.
નકલી નોટ બનાવી સોનું લઈ જનારા ત્રણની ધરપકડ
અમદાવાદમાં અનુપમ ખેરના ફોટોવાળી નકલી નોટો પધરાવી સોનું લઈ જનારા 3 ભેજાબાજો દબોચાયા છે. જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ ઠગાઈનું ષડયંત્ર રચ્યું હતું. જે બાદ તેમણે બે દિવસમાં ઠગાઈને અંજામ આપ્યો હતો.
સુરત પોલીસે મોટા કરન્સી રેકેટનો પર્દાફાશ કર્યો
ભારતના પાડોશી દેશોથી આવતા હવાલાના કરોડો રૂપિયાને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને હેરફેર કરનારા આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાંડાફોડ થયો છે. સુરત પોલીસે બોગસ એકાઉન્ટ થકી હવાલાના રુપિયા વિદેશ મોકલનારા પિતા-પુત્રને દબોચ્યાં છે. આરોપીઓએ બે વર્ષમાં બેક ખાતામાંથી 100 કરોડનું ટ્રાન્જેક્શન કર્યું હોવાનું સામે આવ્યું છે.