ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાપનને વિશ્વસ્તરના ડબલ્યુએમએફ સંસ્થા દ્વારા દુનિયાના 25 તેમના માપદંડ મુજબ આવતા સ્થળોની યાદીમાં સમાવ્યું છે, ત્યારે ભુજના રાજાશાહી સમયના લુપ્ત થઈ ગયેલા જળાશયો કે જેનું સર્વે કરી સીમાંકન કરી શકાય તેવા જળાશયો માટે વ્યક્તિગત અને સ
.
ભુજમાં અર્ધ કે સંપૂર્ણ વિલુપ્ત થયેલા જળાશયોનું સીમાંકન કરવા માટે જિલ્લા સમાહર્તાએ સિંચાઈ વિભાગને જળ સંગ્રહ તરીકે મુખ્ય કામગીરી સોંપી છે. પરંતુ શહેરની હદમાં આવતા હોવાથી આ કામગીરીમાં જમીન માલિકની તપાસણી માટે જિલ્લા જમીન રેકર્ડની કચેરી, ગેરકાયદેસર બાંધકામ થયેલ છે કે નહીં તે બાબત તપાસવા માટે ભાડા, નગરપાલિકાની હદમાં આવતા વિસ્તાર માટે ભુજ સુધરાઈ, મામલતદાર કચેરીએથી સર્કલ ઓફિસર અને સિંચાઈના અધિકારી આમ આ બધા સરકારી વિભાગોનું સંયુક્ત સર્વે શરૂ કરવામાં આવ્યું છે.
પાણી સમિતિના ગઠન બાદ પ્રાંત અધિકારીને તેના ચેરમેન નિમવામાં આવ્યા છે. જેની સૂચનાથી 31 જેટલા તળાવોની યાદી તૈયાર કરીને ત્રણ તબક્કામાં કામગીરી શરૂ કરાઈ હોવાનું જણાવતા પ્રાંત અધિકારી અનિલ જાદવ જણાવે છે કે, સૌપ્રથમ સીમાંકન થયેલું છે કે નહીં તેની તપાસણી, ત્યારબાદ દબાણ થયેલું હોય તો જુના ડેટાના આધારે સીમાંકન કરીએ અને જે જળસંગ્રહનું અસ્તિત્વ જ નથી રહ્યું તેને કઈ રીતે તારવવા તે નક્કી થશે. આમ ત્રણ તબક્કે કામગીરી થઈ રહી છે.
સિંચાઈ વિભાગના ઇજનેર મહેક ગોસ્વામીએ જણાવ્યું તે મુજબ માપણીની કામગીરી જિલ્લા જમીન રેકર્ડ કચેરીના સર્વેયર દ્વારા કરાતી હોવાથી તેમને સાથે રાખીને આકારણી કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે એકની દરખાસ્ત મંજૂર થઈ છે બાકીની પ્રક્રિયા થઈ રહી છે. જે તળાવ ખુલ્લા છે જેમ કે ચંગલેશ્વર, હમિદ્રાઈ, ફાટેલ તળાવ વગેરેનું સીમાંકન સરળતાથી થઈ શકશે જ્યારે ધબેરાઈ, લખુરાઈ જીવણરાય જેવા તળાવો પર દબાણ થયા છે તે ખુલ્લા કરવા મોટો પડકાર છે.
કુલ 31 માંથી 10 ની પ્રક્રિયા-વિઝીટ થઈ ગઈ છે. જિલ્લા જમીન માપણી અધિકારી એચ.એસ. રબારીએ જણાવ્યું કે કલેક્ટરના આદેશ મુજબ અમે સર્વેયરને કેસ ફાળવી દીધો છે. તળાવની માપણી કરવા માટેની સૂચના મળે તે મુજબ બે મહિનાથી કામગીરી ચાલુ છે.
80% થી વધુ તળાવના માત્ર સીમાંકન થઈ શકે, ખુલ્લા થવા મુશ્કેલ ભુજ હદની અંદર આવેલા મોટાભાગના તળાવો વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ જો તેનું સીમાંકન પૂરું થઈ જાય તો ભવિષ્યમાં પાણીની આવને ખુલ્લી કરી અને જળસંગ્રહ થઈ શકે માટે બચાવ કરી શકાય. શહેરની જળ વ્યવસ્થાપન માટે જે સમયે તળાવનું નિર્માણ થયું ત્યારે બધી જ ખુલ્લી જમીનો હતી જ્યારે આજે ભુજની વસ્તી 3 લાખને પાર કરી ગઈ છે ત્યારે સાચા ખોટા બાંધકામો અનેક થઈ જતા 80% જળાશયો ભૂતકાળ બની ગયા છે.