રાજકોટનાં જામનગર રોડનાં સાંઢીયા પુલ હેઠળ આવેલ વોંકળાની જગ્યામાં 30 વર્ષથી અનેક પરિવારો કાચા- પાકા મકાન બાંધીને રહે છે, તાજેતરમાં મામલતદાર પશ્ચિમ દ્વારા દબાણ ખાલી કરવા નોટીસ આપવામાં આવી હતી. આ પરિવારોએ મહાપાલિકાએ આવીને તેમને ઝુંપડાના બદલામાં આવાસ મળે
.
સફાઇ કામદારોની ભરતીમાં થનારો અન્યાય દુર કરવા મ્યુ. કમિશનરને રજૂઆત રાજકોટ કોર્પોરેશનમાં સફાઇ કામદારોની ભરતી માટે કરાયેલા ઠરાવમાં રહેલી કાયદાકીય વિસંગતતા દુર કરવા રાજકોટ કામદાર યુનિયને મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. યુનિયનના પારસ બેડીયા તથા અન્યોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, મનપામાં 532 સફાઇ કામદારની ભરતી માટે સરકારે મંજૂરી આપી છે. પરંતુ જનરલ બોર્ડમાં કરાયેલા ઠરાવમાં અનેક વિસંગતતા દેખાય છે. ઉમેદવારના માતા-પિતા કે દાદા-દાદી સફાઇ કામદાર રહી ચૂકયા હોય તો જ તેમની પસંદગી કરવામાં આવશે. આથી વિધવા, ત્યકતા, વિકલાંગો, કયારેય આ યોજનાનો લાભ લઇ શકે તેમ નથી. આ વર્ગની મજાક થઇ હોય તેવું લાગે છે. વાલ્મીકી સમાજના આ ગંભીર પ્રશ્ર્નનો યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી છે.
વાપીમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની બે ટ્રેનો રીશેડયુલ કરાઈ વાપીમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 2 ટ્રેનોને અસર થશે,પશ્ર્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવેલા વાપીમાં રોડ અન્ડર બ્રિજ બનાવવા માટે બગવાડા-વાપી સેક્શનમાં બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે ટ્રેનોને અસર થશે. જેમાં 14 જાન્યુઆરી, 2025 ના રોજ પોરબંદરથી દોડતી ટ્રેન નંબર 20968 પોરબંદર- સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ 2 કલાક 10 મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે. તેમજ 13 જાન્યુઆરી, 2025 ના રોજ પોરબંદરથી દોડતી ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 1 કલાક 40 મિનિટ રીશેડ્યુલ કરવામાં આવશે. મુસાફરોને આ ફેરફારો ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.