બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને પત્ની પીડિત પતિઓએ સુરતમાં પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની પણ માગ કરી હતી. આંદોલ
.
મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના અઠવા લાઈન્સ સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેનું કારણ હતું કે, બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો હતો અને તેની પર તેની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવાયો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ. આ સંદર્ભે, કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોના દુરુપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને આ ઘટના બની હોવાની ચર્ચા છે.
પ્લેકાર્ડમાં ‘મેન નોટ એટીએમ’ લખી વિરોધ નોંધાવ્યો અતુલ સુભાષના આત્મહત્યા કેસના વિરોધમાં અઠવા લાઈન્સ સર્કલ ખાતે દેખાવકારોએ પ્લેકાર્ડ હાથમાં લઈને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લેકાર્ડ્સ પર ‘પુરુષોના અધિકારો એ માનવ અધિકાર છે’ લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા. કોઈ સરકારને પુરૂષ પંચની નિમણૂક કરવાની વિનંતી કરી રહ્યું હતું તો કોઈએ લખ્યું હતું કે, નકલી કેસ માનવતા વિરુદ્ધ ગુનો છે. કેટલાક પ્લેકાર્ડમાં ‘મેન નોટ એટીએમ’ લખી આંદોલનકારીઓએ પોતાની આગવી શૈલીમાં પુરુષોની પીડા વ્યક્ત કરી હતી.
પુરુષો માટે એક પુરુષ આયોગ બનાવવું જોઈએ સુરતના પત્ની પીડિત ચિરાગ ભાટિયાએ જણાવ્યું હતું કે, અતુલ સુભાષે બનાવટી કેસના કારણે આત્મહત્યા કરી છે. તે અંગે અમે વિરોધ કરી રહ્યા છીએ. અતુલ સુભાષને ન્યાય મળવો જોઈએ અને પુરુષો માટે યોગ્ય કાયદો બનાવવો જોઈએ. ઘણી મહિલાઓ પુરૂષો પર ખોટા કેસ દાખલ કરી રહી છે. જો કોર્ટમાં સાબિત થાય કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હતો, તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી. પુરુષો માટે એક પુરુષ આયોગ બનાવવું જોઈએ જેથી પુરુષોને ન્યાય મળે.
‘અમારી ભૂલ ન હોય તેમ છતાં અમારે સાબિત કરવું પડે છે’ વધુમાં જણાવ્યું હતું કે, અહીં તમામ પીડિતો પર પત્નીઓએ ખોટા કેસ કર્યા છે. અમે કોર્ટના દબાણનો સામનો કરી રહ્યા છીએ. જ્યાં આપણી ભૂલ નથી ત્યાં પણ આપણે કોર્ટમાં સાબિત કરવું પડે છે કે અમારી સાથે કંઈક ખોટું થયું છે. અમે ભરણપોષણ ચૂકવીએ છીએ, તેમ છતાં પત્ની અમને બાળકોને મળવા દેતી નથી. અમારી પાસે સેટલમેન્ટના નામે પૈસા માંગવામાં આવે છે જે ગેરકાયદેસર છે.