લખતરનાં બાબુભાઈ વિરજીભાઈ સોલંકી તથા સ્થાનિક રહીશો દ્વારા લખતર મામલતદારને રોડના અટકેલા કામ અંગે આવેદનપત્ર તા.18-12-2024ના રોજ આપવામાં આવ્યું હતું. જેમાં 6 મહિના પહેલા શહેરનાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં પદમાબેન મકવાણાના ઘેરથી મનોહરભાઈ કરશનભાઈના ઘર સુધી સ
.
પરંતુ આજદિન સુધી આ વિસ્તારમાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને લઇને લોકોમાં ભારે રોષ છે. પરંતુ શું તાલુકા વિકાસ અધિકારી લોકોની રજૂઆત ઉપર તો પૂરતું ધ્યાન નથી આપતા પણ મામલતદારની સૂચના ઉપર પણ પૂરતું ધ્યાન નહીં આપતા હોય તેવા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. હું રોડ બનાવીશ તો સદસ્યનું સ્વમાન હણાશે તેમ ધારાસભ્યે જણાવ્યું હોવાનો આક્ષેપ આ રોડ અંગે ધારાસભ્યને રજૂઆત કરતા, હું રોડ બનાવીશ તો જિલ્લા પંચાયત સદસ્યનું સ્વમાન હણાય તેમ હોવાનું ધારાસભ્યે જણાવ્યું હોવાનો આક્ષેપ આવેદનમાં કરાયો છે. પોતાના ચૂંટાયેલા સદસ્યનું સ્વમાન વ્હાલું છે તેવા આક્ષેપો આવેદનમાં કરવામાં આવ્યા છે. અગાઉ લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાં થતું સીસીરોડનું કામ પણ અમુક સદસ્યોના કહેવાથી ધારાસભ્યે બંધ રખાવ્યાનું જાણવા મળ્યું હતું.