અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે દેવાયત ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જેની ઉપર 11 માર્ચે વધુ સુ
.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરીના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 8 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડ આવવાનો હોવાથી તેમને અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા. તેમ જ સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. દેવાયત ખવડે ફરિયાદીના ફાર્મ હાઉસ ઉપર સાથે ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જોઈ હતી. પ્રોગ્રામની રાત્રે 11:30 કલાક સુધી દેવાયત ખવડ આવ્યા નહોતા. દેવાયત ખવડ અને તેમનો PA પણ ફોન ઉપાડતો ન હતો. તેઓ બે વાગ્યા સુધી આવ્યા ન હતા. રાત્રે ત્રણ વાગે ફરિયાદી ઉપર દેવાયત ખાવડનો સામેથી ફોન આવ્યો હતો.
બેનરો લાગી ચૂક્યા હોવાથી અને રૂપિયા લઈ લીધા હોવા છતાં દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈ હોવાનું ફરિયાદીએ જણાવી દેવાયત ખવડે ગુસ્સે થઈને તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેમના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.