દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ પતંગ દોરીનું વેચાણ કરનાર ઈસમને રૂા.6000/-ના ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસર ની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
.
રાજ્ય સરકારે ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં કેટલાક ઈસમો દ્વારા ચાઈનીઝ ઘાતક દોરીનુ ચોરી છુપીથી વેચાણ કરવામા આવતુ હોય છે, ત્યારે ઉત્તરાયણ પર્વનો તહેવાર પતંગ રસીયાઓ રંગે ચંગે ઉજવવાની ધુનમાં છે ત્યારે પતંગ રસીયાઓના આ ઉત્સાહના મોકોના ફાયદો કેટલાંક પતંગ તેમજ દોરીના વેપારીઓ લઈ રહ્યાં છે. જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, તુક્કલ વિગેરે ઉત્તરાયણ પર્વમાં વપરાતી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવાના આશયે અને તેના થકી બમણો નફો રળી લેવાના ઉદ્દેશ્ય સાથે માવન જીવ તેમજ પક્ષી, પ્રાણી જીવને જaખમમાં મુકી તેવા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું લોભીયા વેપારીઓ વેચાણ કરતાં હોય છે.
દાહોદ જિલ્લામાં પણ આવા વેપારીઓ સામે લાલ આંખ કરી દાહોદ જીલ્લાના પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ સામે ચાંપતી નજર રાખી રહ્યાં છે. ત્યારે ગતરોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ નગરના કસ્બા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો એઝાઝ નિસાર ખોખરા (રહે. કસ્બા, દેવગઢ બારીઆ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) તેના વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ નંગ.30 જેની કુલ કિંમત રૂા.6000/-ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ઈસમને ઝડપી પાડી તેની વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.