વડોદરાની શિષ્યા સાથે દુષ્કર્મના ગુનામાં જૈનાચાર્ય શાંતિસાગરને સુરત કોર્ટે 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. હવે જૈનાચાર્ય શાંતિસાગરને લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવશે. સજા જાહેર થતા જ જેલ પ્રશાસન દ્વારા જૈનાચાર્યને કેદી નંબર ફાળ
.
ઘટના શું હતી? મૂળ મધ્યપ્રદેશના વતની અને વડોદરામાં સ્થાયી થયેલો પરિવાર માર્ચ, 2017માં દિગમ્બર જૈનાચાર્ય શાંતિસાગર મહારાજના સંપર્કમાં આવ્યો હતો. પહેલા અમદાવાદ અને ત્યારબાદ વડોદરામાં યોજાયેલા સત્સંગમાં મહારાજના પ્રવચનથી પ્રભાવિત થયેલા આ પરિવારે શાંતિસાગરને ગુરુ માની લીધા હતા. શાંતિસાગર મહારાજે પરિવારને ફોન કરીને સુરત આશીર્વાદ લેવા આવવા કહ્યું હતું, અહીં ઉપાશ્રયમાં જ શાંતિસાગરે યુવતીનાં માતા-પિતાને ‘ઓમ રીમ શ્રી ધનપતિ કુબેરાય નમોઃ’ જાપ કરવામાં વ્યસ્ત રાખી યુવતીને બીજા રૂમમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
2017માં અઠવા પોલીસમાં ગુનો નોંધાયો હતો જૈનાચાર્યની આ વિકૃત હરકતના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને ઓક્ટોબર, 2017માં અઠવા પોલીસમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. 8 વર્ષ પહેલાંના આ ગુનામાં જૈનાચાર્ય શાંતિસાગરને ગત શુક્રવારના રોજ દોષિત જાહેર કરાયા હતા અને તેના જ બીજા દિવસે એટલે જે શનિવાર સજાનું એલાન કરાયું હતું. જૈન સમાજમાં ચકચાર મચાવનારા સંવેદનશીલ આ કેસને ગંભીરતાથી લઈ કોર્ટે જૈનાચાર્યને 10 વર્ષની કેદની સજા અને 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
સ્પેશિયલ પરમિશન લઈને સફેદ કપડા પહેર્યા જેનાચાર્ય શાંતિસાગર છેલ્લા સાડા સાત વર્ષથી જેલમાં છે. અત્યાર સુધી તે કાચા કામના કેદી તરીકે રહેતા હતા. આ દરમિયાન તેણે સ્પેશિયલ પરમિશન લઈને સફેદ કપડા પહેર્યા હતા. દરમિયાન સજા ફટકારાતા જ જૈનાચાર્ય હેવ જેલમાં કાચા કામના નહિ પણ પાકા કામના કેદી તરીકે ઓળખાશે. જેલ મેન્યુઅલ પ્રમાણે શાંતિસાગરને કેદી નંબર પણ ફાળવી દેવાયો છે. હવેથી શાંતિસાગર જેલમાં કેદી નં. 2880 તરીકે ઓળખાશે.
અઢી વર્ષ જેટલો સમય જેલમાં રહેવું પડશે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ 25 વર્ષથી દીક્ષાનું જીવન ગુજારનારા દિગમ્બર જૈનાચાર્યને પોલીસે કપડાં પહેરાવવા પડયા હતા અને ગાડીમાં બેસાડી પોલીસ મથકે લઇ જવાની નોબત આવી હતી. પાકા કામના કેદી બનતા શાંતિસાગર હવેથી સફેદ કપડા નહીં પણ કેદી પહેરે તેવા કપડાં પહેરી બાકીની અઢી વર્ષ જેટલી સજા ભોગવશે.