સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પ્લેક્સના ત્રીજા માળે જીમમાં આગ લાગતાં અમૃતય સ્પા અને સલૂનની બે સિક્કિમની મહિલા કર્મચારીઓનું ગૂંગળામણથી મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે જ્યાં જીમ સંચાલક શાહનવાઝ વસીમ અને સ્પા સંચાલક દિલશાન વિરૂદ્ધ ફરિયાદ
.
જીમ સંચાલકો વિરુદ્ધ માનવધની ફરિયાદ શિવ પૂજા કોમ્પ્લેક્સ અગ્નિકાંડ બાદ જીમ સંચાલક વસીમ, શાહનવાજ અને સ્પા સંચાલક દિલશાન વિરુદ્ધ માનવવધની ફરિયાદ સુરત ઉમરા પોલીસ મથકમાં કરવામાં આવી છે. હાલ પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે , આરોપીઓએ બેવાર ફાયર વિભાગની એનઓસી ન હોવાથી નોટિસ મળ્યા બાદ પણ તેની અવગણના કરીને ફાયર એનઓસી ન લીધી. મામલો અહીં પૂર્ણ થાય એવું નથી. કારણ કે, સ્પા સંચાલક દિલશાન સુરત અઠવા ઝોનમાંથી સ્પા ચલાવવા માટે ગુમાસ્તાનું લાયસન્સ પણ લીધું ન હતું.
જીમ સંચાલક શાહનવાજ અને સ્પા સંચાલક દિલશાનની ધરપકડ
ગુમાસ્તા લાયસન્સ આગમાં બળી ગયાની જૂઠાણું ચલાવ્યું પોતાની જાગીર હોય તેવી રીતે ગેરકાયદેસર રીતથી આ સ્પા ચલાવી રહ્યો હતો. જ્યારે ગુમસ્તા લાયસન્સ અંગે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તેને પોલીસ સાથે પણ જુઠ્ઠાણું ચલાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેનું ગુમાસ્તા લાયસન્સ આગની ઘટનામાં બળી ગયું છે. જોકે, અઠવા ઝોનથી મળતી માહિતી મુજબ આરોપીએ ગુમાસ્તા લાયસન્સ લીધું જ ન હોતું. આરોપી શાહ નવાઝે પેટા ભાડા કરાર બનાવીને સ્પા ચલાવવા માટે જીમનો એક ભાગ દિલશાનને આપ્યો હતો. જીમની અંદરથી જ સ્પા સલૂનમાં જવા માટેનો રસ્તો બનાવવામાં આવ્યો હતો.
ટ્રેનરના કારણે અગાઉ વસીમે જીમ બંધ કરવું પડ્યું હતું હાલ ઉમરા પોલીસે શાહનવાઝ અને દિલશાનની ધરપકડ કરી છે. પરંતુ હજુ પણ વસીમ વોન્ટેડ છે. વસીમ સુરત શહેરના ઉધના વિસ્તાર ખાતે આવેલા બિલ્ડર રઉફનો પુત્ર છે અને અગાઉ પણ આવી જ રીતે વિવાદમાં આવી ચૂક્યો છે. ઉધના વિસ્તારમાં તેણે જીમ શરૂ કર્યું હતું. પરંતુ વિવાદમાં આવતા એ જીમ બંધ કરવું પડ્યું હતું. વર્ષ 2023માં ઉધના વિસ્તારમાં જીમ ટ્રેનરને લોકોએ ઢોર માર માર્યો હતો. કારણ કે, ટ્રેનર દ્વારા જીમમાં આવતી યુવતીને અવારનવાર હેરાન કરવામાં આવતી હતી.
દિલશાન પડકાયો છે જ્યારે વસીમ ફરાર છે
ટ્રેનરને લોકોએ માર માર્યો હતો જીમ ટ્રેનર સોહિલ ફરુણ સૈયદને જ્યારે યુવતીએ મેસેજ પર બ્લોક કર્યો, તે સમયે ઇન્સ્ટાગ્રામ પર તે હેરાન કરવા લાગ્યો હતો. જેથી જેમ ટ્રેનરને લોકોએ માર માર્યો હતો અને આ જીમ કોઈ અન્ય ન નહીં, પરંતુ વિવાદિત અને શિવપૂજા કોમ્પ્લેક્સ અગ્નિકાંડના આરોપી વસીમનું હતું. ફરીથી એક વખત અગ્નિકાંડમાં વસીમ ફરી વિવાદમાં આવ્યો છે. હાલ વસીમ વોન્ટેડ છે. જ્યારે અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે પોલીસ બંને આરોપીઓને શનિવારે કોર્ટમાં રજૂ કરી વધુ ડિમાન્ડની માંગણી કરશે. કારણ કે, હજુ પણ કેટલાક કાગળો પોલીસ પાસે આવ્યા નથી અને તેની તપાસ કરવાની બાકી છે.