.
વ્યારા જનરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં લોકોને સુવિધા માટે પાણીની પરબ બનાવવામાં આવી છે.જે પાણીની પરબ પર પાણી સતત ટપકવાને લઈને ત્યાં ગંદકીની ભરમાર થઈ જતા તેમજ પરબમાં સાફ સફાઈ ના અભાવે લોકો માટે દુવિધા રૂપ બની ગઈ છે. તંત્ર દ્વારા પાણીની પરબની અંદર સાફ-સફાઈ કરાવી પગથિયા ઉપર ગંદકી દુર કરાવે જેથી પાણી લેવા આવતા લોકો પગથિયા પર પડી ન જાય તે બાબતે કામગીરી કરાવાય એ જરૂરી બન્યું છે.
વ્યારા જનરલ હોસ્પિટલમાં દિવસ ભર હજારો લોકો અવાર-જવર કરે છે. દર્દીઓ તેમજ દર્દીઓને સગાઓ માટે કમ્પાઉન્ડની અંદર પાણીની પરબ બનાવવામાં આવી છે જે પાણીની પરબની અંદર સાફ-સફાઈનો સદંતર અભાવ તેમજ પરબના પગથિયા પર પાણી ના કારણે લીલ જામી જતા પરબનો ઉપયોગ કરવા આવતા લોકો પડી રહ્યા છે. જેને લઈને લોકોમાં મુશ્કેલી વધી રહી છે.પત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવે અને તાત્કાલિક પાણીની પરબની સાફ-સફાઈ કરાવે અને પરબના પગથિયાં ઉપર થયેલી ગંદકીઓ દૂર કરાવે એ જરૂરી બન્યું છે.પાણી ના ગંદકી ના કારણે મચ્છરો નો ઉદ્ભવ થઈ રહ્યો છે સાથે દુર્ગધ પણ ફેલાઈ રહી છે. પરબ ની બાજુમાં જ આરામ કરતા દર્દીઓના સગા માટે ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે ત્યારે આ બાબતે ગંભીરતા દાખવે અને તાત્કાલિક પાણીની પરબની અંદર સાફ સફાઈ કરાવે અને પરબના પગથિયાઓ પણ સાફ સફાઈ કરાવે એવી માંગ ઉઠી છે.