સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં કડકડતી ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ઘણા ખરા લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે અથવા તો ગરમ વસ્ત્રો ધારણ કરી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરના રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પાંજરાપોળ સહિ
.
ઇન્ટરનેશનલ સેવાભાવી સંસ્થા લાયન્સ ક્લબ ગોધરા દ્વારા જન સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરવાના હેતુથી શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાત મંદોને ઠંડીથી રક્ષણ મળે તે માટે ક્લબના સભ્યોના સાથ અને સહકારથી ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પાંજરાપોળ તથા પ્રાથમિક શાળાના બાળકોને અંદાજે 250 જેટલા ધાબળા વિતરણ કર્યા હતા. આ સેવાયજ્ઞમાં પ્રમુખ તાહિર ભટુુક બાબા, મંત્રી કેતન શર્મા, રીજયન ચેરમેન હેમંત વર્મા સભ્યો પ્રદીપ સોની, કેતકી સોની, લોકેશ ધનાની જોડાયા હતા.