હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓના રક્ષણ માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં પશુ-પક્ષીઓને રાહત આપવા માટે સંસ્થા દ્વારા પાણીના કુંડા, ચાટ અને પંખીના માળાનું ટોકન ભાવે વિતરણ કરવામાં આવ્યું છે.
.
સંસ્થા દ્વારા 500 પાણીના કુંડા, 100 પશુ ચાટ અને 400 પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણમાં પાણીના કુંડા રૂ. 60ના બે નંગ, ચાટ રૂ. 50નું એક અને રૂ. 70ના બે પંખીના માળા આપવામાં આવ્યા છે.
સ્માઈલ ફાઉન્ડેશનના પ્રમુખ મગનભાઈ રબારીના નેતૃત્વમાં યોગેશભાઈ શાહ, મિતેશભાઈ રાવલ, લોકેશભાઈ પ્રજાપતિ, રોમાં વાઘેલા અને અબ્બાસભાઈ મુખી સહિતના સેવાભાવીઓએ આ કાર્યમાં યોગદાન આપ્યું છે.

મગનભાઈ રબારીએ જણાવ્યું કે આ વિતરણ આવતા રવિવારે પણ ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું કે ટોકન રૂપે મળતી આવકનો ઉપયોગ સેવાકીય કાર્યો માટે કરવામાં આવશે. આ પહેલથી ગરમીમાં પશુ-પક્ષીઓને રાહત મળશે અને લોકોમાં જીવદયાની ભાવના વધુ મજબૂત બનશે.


